________________
(૪૭) સૂત્ર - ૨૩ - પુદ્ગલના ૪ મુખ્ય ગુણધર્મો, સ્પર્શ, રસ...
૨૬૭
(૪૭) સૂત્ર - ૨૩:- પુદ્ગલના ૪ મુખ્ય ગુણધર્મો, સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ.
સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ, આ દરેક ગુણધર્મોમાં અનંતા પેટાભેદ
તરતમતાથી પડે. - ઘનતા શૂલપરિણામ પુદ્ગલોની અપેક્ષાએ છે. સૂક્ષ્મ પરિણામી
પુદ્ગલો વજન રહિત છે. |-- રંગો (વણીની શ્રેણી પ્રકાશની તરંગલંબાઈ પર આધારિત છે.
स्पर्श रसगन्धवर्णवन्तः पुद्गलाः ॥२३॥
અર્થ પુદ્ગલો (ના મુખ્ય ચાર લક્ષણો છે.) સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળા હોય છે.
પંચમ અંગસૂત્ર શ્રી ભગવતીસૂત્ર (શ.૧૨, ઉ.૫, સૂત્ર ૪૦૫/ ૯)માં પણ આ વાત જણાવી છે.
पोग्गलत्थिकाए, पंचवण्णे पंचरसे दुगंधे अट्ठफासे पण्णत्ते ।
અર્થ - પાંચ પ્રકારના વર્ણ, પાંચ પ્રકારના રસ, બે પ્રકારની ગંધ અને આઠ પ્રકારના સ્પર્શવડે પુદ્ગલ બતાવેલું છે.
(૧) સ્પર્શ, (૨) રસ, (૩) ગંધ, અને (૪) વર્ણ. આ પ્રત્યેક ગુણધર્મોમાં તરતમતાની અપેક્ષાએ અનંતા પેટાભેદ પડેઃ
– ૮ પ્રકારના સ્પર્શ - કઠીન-મૃદુ, ગુરુ-લઘુ, શીત-ઉષ્ણ, સ્નિગ્ધરૂક્ષ.