________________
૨૬૪
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન સ્વયં નિરંતર વિદ્યમાન રહેનાર દ્રવ્ય છે, અને બાકીના દ્રવ્યોના) વર્તનાદિ૪, કાળના કાર્ય છે. * કાળને વિશ્વમાંથી દૂર કરો તેની સાથે તમે વિશ્વની ક્રાંતિને અટકાવી
દેશો
કાળ વિષે અન્ય દર્શનકારો અને પશ્ચિમના ચિંતકો શું માને છે તે જોઈએ. કેટલાક કાળને માત્ર આભાસ (appearance) માને છે. વેદાન્તમાં કાળની કોઈ વિશેષ વ્યાખ્યા નથી. વૈશેષિકદર્શન કાળને પરિવર્તનનું મૂળ કારણ માને છે, સૂર્યના ઉદય અસ્તની ક્રિયા સિવાય વિશેષ કાળનું સ્વરૂપ બતાવ્યું નથી.
key of knowledgeમાં સી. આર. જૈન, કાળને દ્રવ્ય માનવાની તરફેણમાં કહે છે. “તે સુપ્રસિદ્ધ છે કે નિરંતરતા અને પરંપરા (પૂર્વાપર સંબંધ) (પર્યાય-succession)ના મૂળ કારણભૂત એવા દ્રવ્ય(કાળ)નો કોઈપણ દર્શન અસ્વીકાર કરતું નથી. પરંતુ તેનું રહસ્ય ઉકેલવામાં પણ સફળ થયું નથી. તેના (કાળના) ઘણા સ્વરૂપોમાંનુ એક, તે કાળ એ, નિરંતરતા માટેનો આધાર છે, અને બીજુ, એ એવા પ્રકારનું બળ છે જે વસ્તુને વિકાસના માર્ગમાં પળે પળે અથવા પગલે પગલે આગળના કાળમાં કુચ (સફળ) કરાવવા વડે (by making them travel), ઉત્તરોત્તર ક્રમ ઓળંગવો (to leapover succession) અને ક્રમબદ્ધતા (orderliness) જાળવવા શક્ય બનાવે છે. કાળને વિશ્વમાંથી સર્વવ્યાપક બળ તરીકે દૂર કરો, અને વ્યક્તિગત રીતે તેને ઉર્જાની કોથળીના સ્વરૂપમાં ફેરવી નાખો, અને તમે એક ધડાકે પૂર્વાપરતા (succession) એટલે કે નિયમિત કાર્યકારણતા (orderly causation) નો નાશ કરશો. કારણ કે કાળ વગરના વિશ્વમાં વસ્તુઓ ભાગ્યે જ સારી રીતે રહી શકે. જાદુઈ દીવાના અલ્લાદીનના મહેલની માફક નાશ પામે. કાળને વિશ્વમાંથી દૂર કરો તેની સાથે સાથે તમે વિશ્વની ક્રાંતિને અટકાવી દેશો.”
પ્રખ્યાત ફ્રેંચ તત્ત્વજ્ઞાની Bergson એ દુનિયામાં જાહેર કર્યું હતું કે – “સૃષ્ટિની ક્રાંતિમાં કાળ એ સમર્થ ઘટક છે. તેમનો મત હતો કે પરિવર્તન