________________
(૫૬) સૂત્ર-૩૨થી ૩૫ઃ-પુગલોનો પરસ્પરબંધ
૩૨૫ અવશ્ય ટેકો આપીએ કે એક અણુ થોડી સેકંડ જીવિત (સક્રિય) રહે છે અને તદ્દન તેના જેવો તેની બાજુનો ઘણા વર્ષો સુધી તે હકીકતનું અંતે અવશ્ય કોઈ અંતર્ગત કારણ હોવું જોઈએ. જેમાં હજુ સફળતા નથી મેળવી.” (તેનું જ પેજ ૨૩૮) આ વિધાન સ્પષ્ટ બતાવે છે કે, અણુઓ કોઈક આંતરિક ગુણધર્મને કારણે અવશ્ય ભિન્ન છે. જેને જૈન તત્ત્વજ્ઞાનીઓએ સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વગુણનું પ્રમાણ સંજ્ઞા આપી છે. > સમાન અંશવાળા સદેશો (સ્નિગ્ધ-સ્નિગ્ધ, કે રૂક્ષ-રૂક્ષ)નો પણ બંધ ન થાય :
सूत्र-३४ गुणसाम्ये सदृशानाम् ॥३४॥ અર્થ:- ગુણની સમાનતા હોય ત્યારે સદેશનો બંધ ન થાય.
(તુલ્યગુણ સ્નિગ્ધનો, તુલ્યગુણ સ્નિગ્ધ (સદેશ)ની સાથે અને, તુલ્યગુણ રૂક્ષનો તુલ્યગુણ રૂક્ષની સાથે (સમાનગુણ સદેશનો) બંધ થતો નથી.)
સ્નિગ્ધની અપેક્ષાએ સ્નિગ્ધ પુદ્ગલો, તેમજ રૂક્ષની અપેક્ષાએ રૂક્ષપુગલો સદેશ સમજવા. તે સિવાય વિદેશ જાણવા. સ્નિગ્ધગુણ કે રૂક્ષગુણ જેમાં સમાન હોય તેમાં ગુણસામ્ય સમજવું. તે સિવાય ગુણવૈષમ્ય જાણવું. આ અનુસાર સદેશમાં ગુણસામ્ય હોય તો બંધ થતો નથી
સૂત્ર ૩૫ આ બંધ થવામાં જે વિશેષતા છે, તે આ સૂત્રમાં જણાવે છે. - સદેશો (સ્નિગ્ધ-સ્નિગ્ધ, કે રૂક્ષ-રૂક્ષ)નો, બે વિગેરે અધિક અંશવાળા હોય તો બંધ થાય છે -
सूत्र-३५ द्वयधिकगुणानां तु ॥३५॥
અર્થ - પરંતુ જો સદેશ (સ્નગ્ધ-સ્નિગ્ધ, અને રૂક્ષ-રૂક્ષ) પુદ્ગલો બે (વિગેરે) અધિક ગુણઅંશવાળા (ગુણવૈષમ્ય બે કે તેથી અધિક) હોય તો, તે સદેશ પુદ્ગલોનો પણ બંધ થાય છે.