________________
૧૩૮
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન
પિતાની અવગણના કરશે, પુત્રવધૂઓ સર્પિણી જેવી થશે. સાસુઓ કાળરાત્રિ જેવી થશે. આવા થવું એવું નહિ. આવા ન થવા માટે સાંભળીએ છીએ.
પાંચમા આરાનો અંત અને સંઘ શાસન વિગેરેનો અંત:
ભરતક્ષેત્રમાં જયારે જૈન શાસનના છેલ્લા આચાર્ય દુષ્પસહસૂરિ મહારાજ થશે. ફલ્યુશ્રીનામે સાધ્વી થશે નાગિલનામે શ્રાવક થશે. સત્યશ્રી નામે શ્રાવિકા થશે. વિમળવાહન રાજા થશે. સુમુખ નામે મંત્રી થશે શરીરનું પ્રમાણ બે હાથનું રહેશે. આયુષ્ય ૨૦ વર્ષનું થશે. વધુમાં વધુ છઠ્ઠનું તપ થશે. દશવૈકાલિક જેટલું શ્રુતજ્ઞાન હશે. સંઘ રહેશે ધર્મ રહેશે.
....કાળ ખરાબ છે એની ના નહિ. પણ ખરાબ કાળમાં સાધવા જેવું સાધી શકાય તેવું છે. એ સાધી લઈએ એમાં જ આપણું કલ્યાણ છે. આ બધું જાણવાનું હતાશ થવા માટે નથી. પણ આવી સ્થિતિમાં આપણે કેમ બચી જવું તે નક્કી કરવા જાણવાનું છે. આ બધું જાણી, ખરાબીથી બચી શક્તિ મુજબ સારું કરી, આપણે સૌ આત્મકલ્યાણ સાધીએ તો જ આપણો પુરુષાર્થ લેખે લાગે. આપણે સૌ મળેલા આ યોગને સફળ કરીને શીધ્ર પરમપદ પામીએ એ જ મંગળકામના.
- પૂ. આ. વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ.
- ભાવ, એ ધર્મનો મિત્ર છે, કર્મરૂપી ઇંધનને બાળવાનો અગ્નિ છે. સુકૃતરૂપી
અન્નમાં ઘી છે અને મુક્તિનો છડીદાર છે. ભગવાનની સેવા અને ભક્તિ, ભક્તના હૃદયમાં ભગવદાકારવૃત્તિ પેદા થાય તે માટે છે.