________________
૨૬૦
જેને તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન શેઠના છ પુત્રોના સ્થાને છ પ્રકારના (ષકાય) જીવો જાણવા. તે છ પ્રકાર એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ વનસ્પતિ, ત્રસકાય જીવો જાણવા. પરમાત્માનો આશય મનુષ્ય (રાજા) માટે ઉત્તમ કર્તવ્ય સઘળા જીવોની હિંસાનો ત્યાગ કરવો (બધા પુત્રોને બચાવી લેવા)નો છે. ગૃહસ્થ મનુષ્ય (રાજા)ને તે શક્ય બનતું (માનવા તૈયાર) નથી. તેથી છેવટે એક (ત્રસજીવ)ને બચાવવા ઉપદેશ (વિનવણી) કરે છે. અને તે તેના માટે શક્ય (રાજા સ્વીકારે) છે. દરેક બુદ્ધિશાળી, અને શક્તિશાળી મનુષ્ય જીવો પ્રત્યે દયાભાવ ધારણ કરી શક્ય અંશે તેઓને બચાવવા પ્રયત્નશીલ રહેવું. તે જીવોનું ઉત્તમ કર્તવ્ય છે. તે સૂચિત કર્યું. ઉત્તમોત્તમ જીવની કોટિમાં શ્રી તીર્થંકર પરમાત્મા છે - | સર્વજીવોનું પરમ હિત જ્યાં સિદ્ધ થાય છે, તેવા પરમપદને પ્રાપ્ત કરાવનાર મોક્ષમાર્ગમાં ઉપગ્રહ કરવો તે ઉત્તમોત્તમ કાર્ય છે, તે પણ આ સૂત્રદ્વારા સૂચિત થાય છે. મોક્ષમાર્ગમાં સર્વોત્તમ ઉપગ્રહ કરનારા શ્રી તીર્થંકર પરમાત્મા છે. તેઓના જેવો મોક્ષમાર્ગમાં સર્વોત્તમ ઉપગ્રહ બીજો કોઈ જીવ કરી શકવા સમર્થ નથી. સર્વભવિ જીવોમાં સૌથી ઉત્તમકોટિનું તથાભવ્યત્વ તેમનામાં માનેલું છે. તેથી ઉત્તમોત્તમની કોટિમાં શ્રી તીર્થંકર પરમાત્મા છે.
– સૌને સુખ આપવાની તો આપણી તાકાત નથી. પણ કોઈને દુઃખ ન
પહોંચાડવાનું આપણે ધારીએ તો સમર્થ બની શકીએ તેમ છીએ. - પરમાત્મા દૂર નથી...પારમાર્થિક દૃષ્ટિએ આપણો અંતરાત્મા એ જ પરમાત્મા છે.
- પૂ.આ.વિજયરામચન્દ્રસૂ. મ.