________________
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન
સાધારણ વિચારો દરમિયાન નિયમિત હોય છે. જો કોઈ અચાનક આઘાત મનને પહોંચેતો તો, તે અનિયમિત થાય છે. M.R. Grey walter એ શોધ્યું છે કે, વિચારોની સાધારણ અને અસાધારણ તીવ્રતા માપી શકાય છે. હમણાંના અહેવાલ મુજબ મગજના મોજાંને કાગળ પર મુક્ત રીતે નોંધી શકાય છે. અને તે રેકોર્ડને ઇન્સેફેલોગ્રામ (Electro encephologram (EEG)) ‘મગજના મોજાંનું વિદ્યુતઅંકન' કહે છે.
૯૪
‘સૂરિરામ’ની એવી વાણી, વૈરાગ્યરસની સરવાણી
પહેલાના કાળમાં જૈનોને પોતાના ઘરમાં આવેલ જનાવરને પણ ધર્મ પમાડવાનું મન હતું. જ્યારે આજે ઘણા જૈનોને પોતાના છોકરાને પણ સાચો જૈન બનાવવાની ઇચ્છા થતી નથી.
આ આર્યદેશમાં પહેલાં ધર્મપુસ્તકો બહુ વંચાતાં હતાં એટલે સ્થાને સ્થાને ધર્મની ચર્ચા થતી. જ્યારે ધર્મના પુસ્તકો વાંચવાનું ઘટવાથી જડની ચર્ચા વધી.
‘મારે જ સુખ જોઈએ’ આ પાપેચ્છાએ ઘર કર્યું છે તેથી બાપ દીકરાનો, દીકરો બાપનો, ભાઈભાઈનો, ધણીયાણી ધણીની અને ઘણી ધણિયાણીનો બનતો નથી.
જે પૈસો દયાળુને હિંસક બનાવે, સત્યવાદી રહેવા માગનારને અસત્યવાદી બનાવે, શાહુકાર બનવા ઇચ્છનારને ચોર બનાવે અને દુર્ગતિમાં ધકેલી દે તેવો પૈસો શું કામનો ?
મનુષ્યની ભૌતિક અને નૈતિક પ્રકૃતિ જેટલી હદ સુધી તેનું અંતિમ ધ્યેય દર્શાવી શકે એટલી હદ સુધી તેનું અંતિમ દર્શાવતા સર્વોચ્ચ આદર્શોનો સાક્ષાત્કાર જૈન ધર્મની ચાવી છે અને સ્વાભાવિક રીતે તે વિશ્વ વ્યાપી મધ્યમવર્તિ સામાન્ય સિદ્ધાંત બને છે. (jainism the oldest living religion પુસ્તકમાંથી.)