SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) સૂત્ર-૪:-પુદ્ગલના પ્રકારો ૯૩ માટે જ “શબ્દ” શૂન્યાવકાશમાં ગતિ કરતો નથી. જે શાળામાં વિદ્યાર્થીને બતાવાતો પ્રસિદ્ધ પ્રયોગ છે. પ્રકાશના મોજાં (તે રીતે વિદ્યુત મોજા પણ) શૂન્યાવકાશમાં ગતિ કરે છે પણ શબ્દના નહિ. ટેકસ્ટબુક ઓફ ફીઝીક્સના પેજ – ૨૪૯ ઉપર – “તે સાધારણ અનુભવ છે કે શબ્દનો ઉગમ પ્રકંપન અવસ્થામાં થાય છે. દા.ત. સંગીતના દાંતા, ઘંટ, પિયાનો, વાજાની દોરી, મોઢેથી વગાડવાની વાજાની નળી. (બંસરી) આ બધા જ્યારે અવાજ ઉત્પન્ન કરે ત્યારે પ્રકંપન અવસ્થામાં હોય છે.” મનપણ પૌદ્ગલિક છે - (જુઓ પૃ ૨૩૪-૨૩૫) જૈનતત્ત્વજ્ઞાનમાં ભાષાની જેમ મન (અને મન દ્વારા કરાતો વિચાર) પણ પુદ્ગલનો પ્રકાર છે. જીવ પાંચમી ભાષાવર્ગણાના પુદ્ગલસ્કંધોમાંથી ભાષાપર્યાપ્તિ દ્વારા પુદ્ગલોને લઈ ભાષા બનાવે છે, તે આપણે હમણાં જોઈ આવ્યા. તેવી રીતે (કુલ ૨૬ વર્ગણાના ક્રમ મુજબ ૧૪મી, પણ ઉપયોગમાં આવતી ૮ મધ્ય) ૭ મી મનોવર્ગણા (જુઓ પૃ૪૮) બતાવેલી છે. જીવને જ્યારે વિચારવાની ક્રિયા કરવી હોય ત્યારે મનોવર્ગણાના સૂક્ષ્મ પુદ્ગલો જ સર્વત્ર વ્યાપ્ત છે)માંથી પુદ્ગલકણોના સમુદાયને ગ્રહણ કરી, જેવો વિચાર કરવો હોય તે મુજબ (જેવી રીતે પિચકારી કે ફુવારામાં પાણીને ભરીને તેના કાણાવડે જેવો આકાર આપતો હોય તેવો આકાર આપીને બળપૂર્વક છોડાય છે તેમ) ગોઠવીને, છોડે ત્યારે તેવો વિચાર કરી શકે છે. વર્તમાનમાં સંવેદનશીલ ઉપકરણો દ્વારા તેને કંઈક નોંધી શકાય છે. એક સ્થળે કહ્યું કે The activities of mind and mater constituted a super radio with the quintillions of living cells sending out their individual weaves to be tuned in quadrillions of receiving set in the brain. (Man's mind traced by electricity - હિન્દુસ્તાન ટાઇમ્સ, જુલાઈ ૧૯૩૭) ડિસ્કવરી લંડન ડીસે. ૧૯૭૩ના વિશેષાંકમાં મગજના મોજાંઓને માપવાના ઉપકરણને “વાલ્વ એપ્લીફાયર તરીકે જણાવ્યું છે. જે
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy