________________
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન
૯૨
દૂરનો શબ્દ અત્યંત ઝડપથી, અને નજીકનો ધીરેથી આવે છે ઃ
-
કોઈ સભામાં વક્તાના બોલાયેલા શબ્દોના વાસિતતરંગો હવામાં ફેલાઈને આવે છે. પરંતુ તે શબ્દના તરંગો, જ્યારે વિદ્યુત મોજામાં રૂપાંતર થઈ જાય ત્યારે, પ્રકાશની તીવ્ર ઝડપે સર્વત્ર ફેલાઈ જાય છે તેથી તુરંત સાંભળી શકાય છે. વક્તાનો શબ્દ, હવામાં ફેલાતા શબ્દના તરંગો દ્વારા ૧૦૦-૨૦૦ મીટર પહોંચે તે પહેલાં જ, શબ્દના વિદ્યુતતરંગો દૂર સુધી પહોંચી જાય છે. તેથી એવું બને છે કે, સામે દૂર ઉભેલો શ્રોતા શબ્દ સાંભળે, તે પહેલાં હજાર માઈલ દૂર મોબાઈલમાં તે શબ્દો સંભળાય છે.
તેનું કારણ સમજવા માટે વ્યાવહારિક દૃષ્ટાંત જોઈએ. વીજળી થાય ત્યારે આપણો કાયમી અનુભવ છે કે-પહેલા પ્રકાશ દેખાશે, અને લગભગ ૦ સેકંડ જેટલી વાર પછી શબ્દ સંભળાય છે. વીજળીનો પ્રકાશ અને શબ્દ, બંને સાથે ઉત્પન્ન થયા હોવા છતાં પણ, પ્રકાશ તીવ્ર ગતિવાળો હોવાથી તુરંત આપણા સુધી આવી જાય છે. અને દેખાય છે. જ્યારે શબ્દનો વાસિત તરંગ હવામાં ફેલાતો ધીમી ઝડપે આવે છે, માટે પછી સંભળાય છે. ઉપર કહેલા દૃષ્ટાંતમાં બોલાયેલા શબ્દના તરંગો વિદ્યુત મોજામાં રૂપાંતર કરી દૂર સુધી ફેલાવવામાં આવે છે, જે પ્રકાશની ઝડપે આવે છે. તેથી અત્યંત ઝડપથી આવી જાય છે તેથી તે શબ્દ, TV ફોન આદિમાં તુરંત સંભળાય છે. જ્યારે નજીક રહેલા વક્તાનો શબ્દ હવાના વાસિત તરંગો દ્વારા ધીમી ગતિએ આવે છે, તે કારણથી તેને શ્રોતા સુધી પહોંચતાં વધુ વાર લાગે છે.
છબી પણ પુદ્ગલનો પ્રકાર છે તે આપણે જોયું. છબીના પુદ્ગલોને પણ તેવા ઉપકરણોથી વિદ્યુત મોજામાં રૂપાંતરિત કરી દૂર સૂધી મોકલી શકાય છે, અને ફરી છબી સ્વરૂપે TV પર આજે જોઈ શકાય છે. આ સધળા આધુનિક વિજ્ઞાનના વિસ્મયો શબ્દઆદિ પુદ્ગલના પ્રકાર છે, તે જૈન તત્ત્વજ્ઞાનની વાતને પુષ્ટ કરે છે. શબ્દના તરંગો હવામાં ફેલાય છે