________________
૯૧
(૧૭) સૂત્ર-૪:- પુદ્ગલના પ્રકારો પણ અતિસંવેદનશીલ શ્રોત્રેન્દ્રિય (કાન)વડે ગ્રહણ થાય છે. તેના વડે આત્માને શબ્દનું જ્ઞાન થાય છે. વાચાશક્તિ, એ જૈનતત્ત્વજ્ઞાનમાં જણાવેલી જીવની ભાષાપર્યાપ્તિ છે. જીવને પુણ્યકર્મથી પ્રાપ્ત થતી એક વિશિષ્ટ શક્તિ છે. શરીરમાં વિશિષ્ટ સાધન (ઉપકરણો) દ્વારા તે વ્યકત થાય છે. જેને વર્તમાન શરીર શાસ્ત્રમાં સ્વરપેટી કહે છે, તેવું ભાષા બોલવા માટેનું શરીરમાં રહેલું વિશિષ્ટ, ઉપકરણ જેના દ્વારા જીવ ભાષા બોલી શકે છે.
શ્રી આવશ્યકનિયુક્તિ નામના ગ્રંથમાં જણાવ્યું છે કે, મૂળ બોલાયેલા શબ્દો એટલી તીવ્રગતિવાળા છે કે, એક જ સમયમાં તે ચૌદરાજલોકના (વિશ્વ) છેડે પહોંચી જાય છે. આપણને જે શબ્દો સંભળાય છે તે, ભાષા વર્ગણાના પુદ્ગલોમાંથી જીવે ભાષારૂપે બનાવી જે મૂળ શબ્દો છોડ્યા, તેનાથી વાસિત થયેલા તરંગો છે. તે એક પછી (પાણીમાં થતા મોજાંની જેમ) એક નવા તરંગો રચાઈને ફેલાય છે, તે જ શ્રાવ્ય હોય છે. મૂળ શબ્દ અશ્રાવ્ય છે.
વૈશેષિક દર્શનમાં શબ્દને આકાશનો ગુણ કહ્યો છે. તેનાથી ભિન્ન રીતે જૈનદર્શન શબ્દને સમજાવે છે. વર્તમાનમાં રેડિયો, ટેલીફોન, મોબાઈલ ઈત્યાદિ શબ્દ પૌદ્ગલિક છે. તે સિદ્ધાંતને આધારે કાર્ય કરે છે. શબ્દ પુદ્ગલોની ઉર્જાને વિદ્યુત ઉર્જામાં, અને વિદ્યુત ઉર્જાને વિદ્યુતના મોજાની ઉર્જામાં રૂપાંતર કરનારા નાજુક ઉપકરણો(Micro-phone આદિ) શોધાયા છે. જેનાથી બોલાયેલા શબ્દને ક્રમસર વિદ્યુત મોજામાં રૂપાંતર કરી હજારો માઈલ દૂર મોકલી શકાય છે અને તે પછી, ફરી તેવા ઉપકરણો દ્વારા વિપરીત પ્રક્રિયાથી, તે વિદ્યુત મોજાંને વિદ્યુત ઉર્જામાં, અને તેને શબ્દ ઉર્જા, અને તેના દ્વારા શબ્દમાં રૂપાંતર કરી, ક્ષણભરમાં થતી પ્રક્રિયાદ્વારા Mobileમાં, તુરંત બોલાયેલા શબ્દોને સાંભળી શકાય