________________
૧૦૬
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ૧(૩) ઉત્કૃષ્ટસંખ્યાતનું સ્વરૂપ સમજવા ૪પ્યાલાનું દૃષ્ટાંત
જૈિનશાસ્ત્રોમાં યોજનના ત્રણ પ્રકારના માપ છે, તેમાંથી અહીં મહાયોજન મુજબ યોજનનું માપ લેવાનું છે. ૧ મહાયોજન = ૩૨૦૦ માઈલ. (કિ.મી.ની ગણતરી મુજબ આશરે પ૨૦૦ કિ.મી. થાય.)].
વર્ણન : ૧ લાખ યોજનના (વ્યાસવાળા, એટલે કે, જંબુદ્વીપ જેટલા) લાંબા, પહોળા, અને તે મુજબના ઘેરાવા(પરિધિ)વાળા, અને ૧૦૦૦ યોજન ઉંડા એવા ચાર પ્યાલા (વાસ્તવમાં ૩૨૦૦ લાખ માઈલ ગોળાકાર અને ૩૨ લાખ માઈલ ઊંડી વિશાળ ખાઈ જ બનશે)ની કલ્પના કરવી. એ ચારે પ્રત્યેક પ્યાલાને ૮ યોજન ઉંચી જગતી (દિવાલ કે કિલ્લો) જાણવી, અને તેની ઉપર પણ બે કોશ (= ૪ માઈલ=યોજન) ઊંચી વેદિકા સમજવી (ટૂંકમાં ૧૦૦૮ યોજન ઊંચાઈનો પ્યાલો સમજવો) આ ચાર પ્યાલાના અનુક્રમે (૧) અનવસ્થિત (૨) શલાક (૩) પ્રતિશલાક અને (૪) મહાશલાક, એમ ચાર નામ આ વર્ણન માટે યાદ રાખવા.
હવે સૌ પ્રથમ (૧) અનવસ્થિત પ્યાલામાં શિખા સુધી સરસવના દાણા છલોછલ ભરવા. હવે એવી કલ્પના કરો કે કોઈ દેવ વિશાળ શરીર ધારણ કરી આ પ્યાલા (વિશાળ ખાઈ)ને ડાબા હાથમાં ઉપાડી તેમાંનો એકકણ જમણા હાથે જંબુદ્વીમાં ફેંકે છે, બીજકણ લવણ સમુદ્રમાં ફેંકે છે. ત્રીજો કણ ધાતકી ખંડમાં ફેંકે છે અને ચોથો કાલોદધિ સમુદ્રમાં,
૧. હવે અહીં એટલું ખાસ જાણી લો કે જંબુદ્વીપની પૃથ્વી ૧ લાખ યોજનના માપવાળી થાળી જેવા ગોળાકારે છે. તેની ફરતે વલયાકારે ૨ લાખ યોજનનો લવણસમુદ્ર છે. એટલે કે તે જંબુદ્વીપને ચારે બાજુથી ૨ લાખ યોજનાના વિસ્તારથી વીંટળાઈને રહેલો છે. તેની ફરતે વલયાકારે ધાતકીખંડની પૃથ્વી ૪ લાખ યોજન ચારેબાજુથી વીંટળાઈને રહેલી છે. આ રીતે આગળ ૧ દ્વીપ અને તે પછી એક સમુદ્ર, એ ક્રમે રહેલા છે, અને તે સઘળા, પોતાની પૂર્વના દ્વીપ કે સમુદ્ર કરતાં ડબલ માપના છે. તેવા અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે. તેથી થાળી જેવો ગોળ ૧લો જંબુદ્વીપ ૧ લાખ, તે પછી વલયાકાર લવણસમુદ્ર ૨ લાખ, એમ આગળ ૪,૮, ૧૬,૩૨,૬૪ લાખ એમ