________________
૧૦૭
(૨૦) સૂત્ર - ૭ અને ૮:- અસંખ્ય અને અનંત, એવી રીતે ફેંકતા ફેંકતા જે દ્વીપ, કે જે સમુદ્રમાં આ પ્યાલો ખાલી થાય.'
એ દ્વીપ કે સમુદ્ર જેવડો ફરીને પ્યાલો કલ્પો એ પ્યાલામાં પૂર્વની જેમ સરસવ ભરવા અને ફરી એમાંનો એક એક કણ આગળના દ્વીપ સુમદ્રમાં ફેંકતા જવું. આમ બીજી વખત પણ પ્યાલો જ્યારે ખાલી થાય ત્યારે (પૂર્વે જે ચાર પ્યાલા કલ્પેલા તેમાંનો બીજો પ્યાલો).
(૨) “શલાક નામનો છે, તેમાં એંધાણ (સાક્ષી)તરીકે એક સરસવનો દાણો નાખવો. આવી રીતે આ પ્રક્રિયા વારંવાર કરતાં દરેક વારે જ્યારે જ્યારે (૧) અનવસ્થિત પ્યાલો ખાલી થાય તે દરેકવારે, સાક્ષી તરીકે (૨)
ડબલ માપના સમજવા, જે આગળ જતાં કરોડો, અબજો અને સંખ્યાતીત માપના હશે. એતો સમજાઈ ગયું હશે કે, વચ્ચેનો પ્રથમ જંબુદ્વીપ જ, થાળી જેવો ગોળ છે. બાકીનાં સઘળા એક પછી એક, સમુદ્ર અને દ્વીપ, સઘળા વલયાકારના જ થશે.
૧. વિચારો કે, ૧ લાખ યોજન (૩૨SOલાખ માઈલ) પહોળા અને ૧૦૦૦ યોજન (=૩રલાખ માઈલ) ઉંડા પ્યાલામાં કેટલા સરસવ આવે? તેટલા બધા સરસવ એક એક દ્વીપ – સમુદ્રમાં, એક એક નાખતા નાખતાં જેમાં ખાલી થાય તે દ્વીપ કે સમુદ્ર આવે, તે કેટલો બધો પહોળો હશે? હવે તેના જેટલો પ્યાલો કલ્પવાનો છે. તેની પણ ઉંડાઈ તો પૂર્વની જેમ ૧૦00 યોજન જ સમજવી.
૨. તમને અહીં થશે કે આટલા બધા સરસવ નાખતાં નાખતાં, દ્વિીપ સમુદ્રો ઓછા નહિ પડે? એટલે કે પૂરા નહિ થઈ જાય? તો ચિંતા ન કરો, દ્વીપ સમુદ્રો, આ આખી પ્રક્રિયા પૂરી થશે તેથી પણ વધુ છે.
૩. કહેવાનો આશય એ છે કે-પહેલા પ્યાલાનું નામ અનવસ્થિત (અનિયત માપવાળો)-એવું નામ આપ્યું હતું. એટલે કે તે પ્યાલો વારંવાર ભરીને ખાલી કરતા જવાનું છે, પણ દરેક વખતે તેનું માપ બદલાતું રહેવાનું છે – વધતું જ રહેવાનું છે. (જયારે પહેલીવાર ભર્યો ત્યારે ૧ લાખ યોજન હતો, તે પછી ભરીને જે દ્વીપ કે સમુદ્રમાં ખાલી થયો, તે દ્વીપ કે સમુદ્ર જેટલું માપ થશે, જે અનેકગણું મોટું હશે. બીજી વખતમાં તે માપ જેટલો પ્યાલો કલ્પીને સરસવથી ભરવાનો છે. અને ત્યાંથી આગળ આગળના દ્વીપ સમુદ્રમાં તે સરસવ ખાલી કરવાના છે. વળી જયાં ખાલી થાય તેટલું માપ કલ્પવાનું છે. આ રીતે આ પ્રક્રિયામાં તે પહેલા પ્યાલાનું માપ વારંવાર બદલાતું રહે છે.) એટલે તેનું યથાર્થ, ‘અનવસ્થિત', નામ આપ્યું છે.