________________
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન
ધર્મદેશનાને પાલટે છે, તેઓ સત્યભાષી નથી, પણ મંદ છે, અસત્યભાષી છે. તેઓ સ્યાદ્વાદનો દુરુપયોગ કરી ધર્મમાં અનર્થ કરે છે. સ્યાદ્વાદ જો યથાર્થ રીતે સમજીને ઉપયોગી બનાવાય તો, દરેક અવસરે દરેક અવસ્થામાં સાચો દૃષ્ટિકોણ આપનાર વાદ છે. જે સર્વત્ર, સર્વ વ્યાપકપણે ઉપયોગી છે. તે જૈન તત્વજ્ઞાનનો મહત્વનો પ્રાણભૂત સિદ્ધાંત છે. તેને બતાવનાર મહાસ્યાદ્વાદી શ્રી તીર્થંકર પરમાત્મા ખરેખર જીવોના સાચા પથદર્શક છે, સર્વસ્વ છે. તેથી જ મહાગોપ, મહાનિર્યામક, મહાસાર્થવાહ અને મહામાહણ જેવા મહામહીમ વિશેષણો શ્રી તીર્થંકર પરમાત્માઓમાં જ સાર્થક થાય છે.
૩૧૬
તર્કના નિષ્ણાતો પદાર્થની સૂક્ષ્મભેદ રેખા જાણી ઓળખી અને પકડી શકે છે. પણ જો તેઓ કદાગ્રહથી ગ્રસિત હોય તો સુક્ષ્મભેદરેખાને લોપીને અનર્થ કરે છે.
→ ધર્મ તો માગે તે આપે, પણ ભેદ એટલો કે મોક્ષના અર્થીને બધુ આપે અને પુત્રાદિકના અર્થીને તે તે આપીને દૂર ભાગી જાય, તેને છોડી દે. → ચમત્કારો માટે પૂજા કરનારો સમ્યક્ત્વની વાસનાનો લોપ કરી મિથ્યાત્વને વધારનારો છે.
- પૂ.આ.વિજયરામચન્દ્રસૂ. મ.સા.