SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૪) સૂત્ર - ૩૧:- સ્યાદ્વાદનો સિદ્ધાંત ૩૧૫ યથાયોગ્ય રીતે ઉપયોગી બનતો હોય છે. પરંતુ, સામાન્યથી પહેલો દૃષ્ટિકોણ જ મહત્વનો છે. જો તેમ ન કરો તો, તેના મનમાં સંશય રહે, તેમજ સંસારી ચીજમાટે ધર્મ કરવા લલચાઈ જાય, જે સરવાળે તેના આત્માને નુકશાન કરનાર બને. આ રીતે સ્યાદ્વાદ, જે દૃષ્ટિકોણ, જે અવસરે ઉપયોગી હોય તેને સ્પષ્ટપણે સ્થાપિત કરી આપે છે, અને વસ્તુતત્ત્વને નિશ્ચિતરૂપે સમજાવનારો સર્વોત્તમ સિદ્ધાંત છે. સકલવચન નિજધામે જોડે, એ લોકોત્તરનીતિ (૩૫૦ ગાથા સ્તવન ઢાળ-૮) સઘળા વચનોને તેના સ્થાનમાં જોડવા, તે લોકોત્તર (સ્યાદ્વાદની) નીતિ છે. સ્યાદ્વાદને યથાર્થ રીતે સમજવામાં ન આવે તો તે અનિશ્ચિતવાદ, સંશયવાદ કે અસંગતવાદ જણાશે. વળી તેનું બીજું ભયસ્થાન એ છે કે કદાગ્રહી વ્યક્તિ પોતાના કુમતને પોષવા માટે ઇરાદાપૂર્વક તે તે દૃષ્ટિકોણના તર્કને અયોગ્ય સ્થાને લગાવી અનર્થ ઊભો કરશે. ૧૨૫ ગાથાના સ્તવનની ૧લી ઢાળમાં પૂ.ઉપાશ્રીયશોવિજયજી મ.એ આ વાત કરી છે. કેઈ નિજદોષને ગોપવા, રોપવા કેઈ નિજમત કંદરે, ધર્મની દેશના પાલટે, સત્ય ભાષે નહિ મંદ રે. કેટલાક પોતાના શિથિલાચાર વિગેરે દોષોને ગોપવા (ઢાંકવા) માટે એટલે કે તેને ઉચિત ઠેરવવા માટે, તો કેટલાક કદાગ્રહથી પોતાનો મત શાસ્ત્રવિરુદ્ધ હોવા છતાં, તેને પણ શાસ્ત્ર મુજબનો સિદ્ધ કરવા માટે, નિજમતકંદને રોપવા માટે, ધર્મની દેશના પાલટે છે. શ્રીઆગમ ગ્રંથોના તે તે દષ્ટિકોણને તેને યોગ્ય સ્થાને જોડવો તે ધર્મદેશના અને અયોગ્ય સ્થાને જોડવો તે ધર્મદેશનાનું પલટાવવાપણું સમજવું. પૂર્વોક્ત કારણે જેઓ
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy