________________
૨૯૦
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન
અલ્પ ઇંદ્રિયથી ગ્રાહ્ય પણ બની જાય છે. જેમ મીઠું, હિંગ આદિ પદાર્થો ચક્ષુ, સ્પર્શન, રસન, અને પ્રાણ, આ ચાર દ્વારા ગ્રહણ કરાય, પરંતુ પાણીમાં મળી જાય તો ફકત રસન, અને પ્રાણ દ્વારા જ ગ્રાહ્ય થાય. ચક્ષુ અને સ્પર્શથી જણાતા નથી, આ વસ્તુ સહુને પ્રત્યક્ષ છે.
રસાયણશાસ્ત્રમાંથી દૃષ્ટાંત તરીકે લઈએ તો હાઇડ્રોજન અને કલોરિન ગૅસના સ્કંધો આંખ માટે અદશ્ય છે. પરંતુ તેઓ સંયોજાઈને જ્યારે હાઇડ્રોકલોરિક એસિડના બે સ્કંધો બને છે, ત્યારે તે પદાર્થ દશ્ય બને છે, અને અતિ ઝીણા સૂક્ષ્મદર્શક યંત્રમાં સ્કંધો ઓળખી શકાય છે તે પ્રક્રિયા સમીકરણરૂપે નીચે મુજબ બતાવાય છે.
H. + CI, = 2HCI એટલે કે હાઇડ્રોજન સ્કંધ + કલોરિન સ્કંધ =હાઇડ્રોકલોરિક એસિડના ૨ સ્કંધ
અહીં સૂત્ર ૨૮ સુધી, ધર્માસ્તિકાયાદિ દરેક દ્રવ્યનું સ્વતંત્ર લક્ષણ અને સ્વરૂપ જણાવ્યું. આથી એ સિદ્ધ થયું કે તે પાંચેય દ્રવ્યો સત્ (વાસ્તવિક) છે. આથી હવે પાંચેયનું સત્ તરીકે એક લક્ષણ શું છે, તે જણાવે છે.
સત્ય વસ્તુ માટે લડવાનું જેનામાં સામર્થ્ય નથી હોતું તેનો ‘સંપ’ પણ ‘તકલાદી’ હોય છે.
→ આજે શાસનના ‘સત્યો’ ઘવાય છે, તે સમાજ અજાણ છે. માટે ઘવાય
છે.
એકલી ક્રિયા પુણ્યરૂપ થાય, પણ ધર્મરૂપ ન થાય.
ધર્મી બન્યા હોઈએ તો પણ, ધર્મી તરીકેની ખ્યાતિનો લોભ સારો નથી. → પાપાનુબંધી પુણ્ય અનીતિ આદિ પાપો કરવાથી જ ફળે. → ત્યાગ માટે રાગ કરાય, પણ રાગ માટે ત્યાગ ન કરાય.
પૂ.આ. વિજયરામચન્દ્રસૂ.મ.સા.