SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૯ (૫૦) સૂત્ર - ૨૭-૨૮:-પરમાણુની ઉત્પત્તિ જે સ્કંધો કેવળ ભેદી અથવા કેવળ સંઘાતથી ઉત્પન્ન થાય છે, તે તો ચક્ષુ આદિ ઈન્દ્રયોથી જાણી શકાતા જ નથી (અચાક્ષુષ છે). જે સ્કંધો ભેદ અને સંઘાત ઉભયથી ઉત્પન્ન થાય તે જ ચક્ષુ આદિથી જાણી શકાય (ચાક્ષુષ) છે. અહીં એવો નિયમ નથી કે, ભેદ અને સંઘાત ઉભયથી ઉત્પન્ન થનારા સર્વે ચાક્ષુષ છે. અચાક્ષુષ સ્કંધો પણ ઉભયથી ઉત્પન્ન થાય છે. આ રીતે જોતાં એટલું નિશ્ચિત થાય છે કે, ચાક્ષુષ સ્કંધો ભેદ અને સંઘાત ઉભયથી જ ઉત્પન્ન થનારા હોય છે. જે સ્કંધ પહેલાં સૂમ હોવાના કારણે અચાક્ષુષ (અદશ્યો હોય, તે પણ નિમિત્તવશ સૂક્ષ્મત્વપરિણામ છોડી, બાદર(સ્થૂલ) પરિણામી બને તો ચાક્ષુષ (દશ્ય) થઈ શકે છે. આવા સ્કંધને ચાક્ષુષ થવામાં ભેદ અને સંઘાત બંને અપેક્ષિત છે. અર્થાત્ સૂક્ષ્મમાંથી સ્થૂલ પરિણામ પામે છે, ત્યારે કેટલાંક નવા અણુઓ સ્કંધમાં અવશ્ય મળી જાય છે. તેમ બીજા કેટલાક અલગ પણ થઈ જાય છે. શૂલપરિણામી સિવાય કોઈ પણ સ્કંધ ચાક્ષુષ (આંખે દેખી શકવા યોગ્ય) થઈ શકતો નથી. પુદ્ગલોના વિચિત્ર પરિણામને જણાવતાં કહ્યું છે કે – યતો विचित्रपरिणामाः पुद्गलाः कदाचिद् बादर - परिणाममनुभूय जलधरशतक्रतुचापसौदामिनीलवण-सकलादिकमथ पश्चादतक्षणीयपरिणाममात्मस्वरूपावस्थानस्वभावमतिसूक्ष्ममाददते करणान्तरलक्षणतां वा મનને નવહિામૃતયા (પ્રકૃત સૂત્રના સ્વ.ભા. ઉપર શ્રી સિદ્ધસેનગણિ કૃત ટીકા) અર્થ :- પુગલો વિચિત્ર પરિણામવાળા હોય છે, તે કોઈવાર વાદળા જેવા મૂદુ, વજ જેવા કઠણ, હાથી જેવા મોટા અને પથ્થર જેવા નાના, ઇત્યાદિ અનેક પ્રકારના સ્થૂલ (દશ્ય) પરિણામને અનુભવી, તે જ પુદ્ગલો, પાછા અદશ્ય એવા સૂક્ષમ પરિણામને પણ પામતા હોય છે. અથવા પરિણામની વિચિત્રતાથી અધિક ઇન્દ્રિયથી જાણી શકાતા સ્કંધો
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy