SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન સફળ થયા. (સાયન્સ ટુડે જૂન, ૧૯૭૪, પેજ - ૧૦) – પરમાણુ પ્રત્યક્ષ ન થઈ શકવા માટેનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ. John Pilly (Bristol Universityના પ્રોફેસર) “Do atoms really exist?” (શું અણુઓ ખરેખર વાસ્તવિક છે?) તે ઉપશીર્ષક તળે જણાવે છે કે, આપણે અણ જોઈ શકતા નથી, અને ક્યારેય જોઈ શકીશું પણ નહિ. તેનું કારણ એ છે કે પ્રકાશ મોજાંઓનો બનેલો છે, જે તમે વિચાર્યું નહિ હોય...સામાન્ય રીતે પ્રકાશને તમે સીધી લીટીમાં જતો માનશો, પરંતુ વાસ્તવમાં તે થોડોક ગોળાકાર ખૂણે વળે છે – જેવી રીતે સમુદ્રના મોજાઓ. આની અસર એ થાય છે કે, તમે દરેક વસ્તુ જુઓ છો તેની કિનારીઓને સહેજ બટ્ટો (blur) દેખાય, પરંતુ આ બટ્ટો એટલો બધો સાંકડો હોય છે, કે તમે સામાન્ય રીતે ક્યારેય જોઈન શકો. પરંતુ જો તમે સૂક્ષ્મદર્શક યંત્ર વડે અત્યંત નાની વસ્તુઓ જોવાનો પ્રયત્ન કરશો તો તમને લાગશે કે તમે તે બટ્ટો (blur) જોવાની શરૂઆત કરો છો. પરંતુ તમે અણુને જોઈ શકો ત્યાં સુધી પહોંચો, તે પહેલાં તમે જે વસ્તુઓ જુઓ છો તે, બટ્ટામાં તદ્દન લુપ્ત થઈ જશે. તે જ આ વસ્તુ બતાવે છે કે અણુઓ જોવા હંમેશાં અશક્ય છે. જો તેઓ દશલાખ ગણા મોટા હોય તો પણ અત્યાર સુધી બનેલા સૂક્ષ્મદર્શક યંત્રો વડે જોવા અશક્ય છે.” કઠિનતા અને મૃદુતા તેમજ ગુરુતા અને લઘુતા (ભારે હલકાપણું) એ-૪ ગુણો જૈનમત પ્રમાણે અણુઓ સાથે સંકળાયેલા નથી. સ્કંધો દેશ્ય અને અદેશ્ય બંને પ્રકારના હોય છે - (૫ ૫૩-૫૪) भेदसंघाताभ्यां चाक्षुषाः ॥२८॥ અર્થ - ભેદ અને સંઘાત ઉભયથી ઉત્પન્ન થયેલા સ્કંધો જ ચાક્ષુષ (ચક્ષુથી જોઈ શકાય તેવા) બને છે. (ચક્ષુ ઉપલક્ષણ હોવાથી પાંચેય ઇન્દ્રિયોથી જાણી શકાય તેવા સમજવું.)
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy