________________
૧૯૦
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન
(૩૫) સૂત્ર - ૧૯ :- જીવોના પાંચ શરીરોઔદારિક શરીરની જટિલ રચના.
→ કીડા પતંગિયા વિગેરે જીવોની શરીર રચના બહુ જટિલ નથી. મનુષ્યના ગર્ભમાં ઉત્પન્ન થયેલા લાખોજીવોમાંથી અતિપ્રબળ પુણ્યકર્મવાળે જીવ ગર્ભની પ્રક્રિયામાં વિકાસ સાધી જન્મે છે. ખોરાકનું પાચન, શરીર રચના, અને વિકાસ, આદિ ક્રિયાઓ, જીવમાં રહેલી અવ્યક્તશક્તિદ્વારા સતત થયા કરે છે.
-> જન્મ પામીને પડદામાંથી રંગભૂમિ પર આવ્યો એટલે બધું ભૂલી જીવ રંગરાગમાં પડી જીવન વેડફી નાખે છે.
(શરીરવાત્મનઃ પ્રાળાપાના: વુદ્રત્તાનામ્ III)
સંમૂચ્છિમજીવો (કીડા, પતંગિયા વિગેરેની) શરીર રચના બહુ જટિલ
નથી.
પાંચ શરીર મધ્યે ઔદારિક શરીર, મનુષ્ય અને તિર્યંચ (પશુ અને વનસ્પતિ)ના જીવોને હોય છે. મન સહિત પાંચ ઇન્દ્રિય જે જીવને હોય તેઓને સંજ્ઞી પંચેન્દ્રિય અને મનવિનાનાને અસંજ્ઞી કહે છે. પાંચ ઇન્દ્રિય આ મુજબ છે. [(સ્પર્શ (ચામડી), રસના (જીભ), પ્રાણ (નાક), ચક્ષુ (આંખ), અને શ્રોત્ર (કાન)] જે જીવો એકેન્દ્રિય હોય તેઓને માત્ર એક જ ઇન્દ્રિય હોય છે. જે ક્રમ મુજબ પ્રથમ છે તે (સ્પર્શઇન્દ્રિય-ચામડી) જ હોય છે. બેઇન્દ્રિય જીવને ક્રમમુજબ ૧લી, અને ૨જી (જીભ). તે રીતે આગળ તેઇન્દ્રિય જીવને એક વધુ, ત્રીજી (નાક), ચઉરિન્દ્રિયને એક વધુ ચોથી (આંખ). અસંશી (મનુ વગરના) પંચેન્દ્રિયને એક વધુ, પાંચમી શ્રોત્ર (કાન), ચાર ઇન્દ્રિય સુધી સઘળા અસંશી જ હોય છે. તેને સંમૂર્ણિમ પણ