________________
(૮) સૂત્ર-૧:- ચાર અજીવકાય. ૩જું દ્રવ્ય આકાશાસ્તિકાય કે ક્યારેય વિશ્વની આદિ હતી નહિ અને ક્યારેય વિશ્વનો અંત નહિ હોય તો આ વસ્તુ જૈનતત્ત્વજ્ઞાનને અનુસરતી છે, વાસ્તવમાં જોવા જાવ તો જૈનતત્ત્વજ્ઞાનના પાયાના સિદ્ધાંતોમાંનો એક મહત્વનો પાયાનો સિદ્ધાંત છે. જે આફ્યકારી રીતે આઇન્સ્ટાઇનના અનુમાનનો વિષય બન્યો છે. જો કે જૈનતત્ત્વજ્ઞાન લોકના એક ભાગને પરિમિત અને પેલેપાર અનંત આકાશ માને છે જ્યારે આઈન્સ્ટાઈન સમગ્રલોકને પરિછિન્ન અને તેની પછી કંઈ નથી તેમ માને છે. તેથી એડિંગ્ટન કહે છે “in any case the physicist does not conceive of space as void (કોઈ પણ રીતે ભૌતિકશાસ્ત્રીઓ આકાશને ખાલી માનતા નથી) વિજ્ઞાનીઓ હજુ વિશ્વના તથ્ય તરફ આગળ વધે તો આ ભેદ પણ જતો રહે, કારણકે, તે જ એડિગ્ટનના શબ્દોમાં”itis inconceivable that there was once a moment with no moment proceeding it” (તે માનવું યોગ્ય નથી કે એવી એક ક્ષણ હોય જેની પહેલાં કોઈક્ષણ ન હોય) એડિંગ્ટનની કાળના વિષયમાં આ માન્યતા છે. જૈનતત્ત્વજ્ઞાનની ક્ષેત્રના વિષયમાં પણ આવા પ્રકારની જ માન્યતા છે, તેથી એમ પણ કહી શકાય કે, તે માનવું યોગ્ય નથી કે, કોઈ નિશ્ચિત આકાશની પછી કોઈ આકાશ નથી. – પ્રયોગો દ્વારા અતીન્દ્રિય પદાર્થોનો તાગ મળી શકતો નથી :
આપણે અત્યાર સુધી ધર્મ, અધર્મ અને આકાશ આ ત્રણ દ્રવ્યો વિષે જોયું. આ ત્રણ દ્રવ્યોથી સુવ્યવસ્થિત વિશ્વ શક્ય બને છે. પશ્ચિમના ચિંતકો અને વૈજ્ઞાનિકોએ પણ વિશ્વની વ્યવસ્થા માટે જે અનુમાનો કર્યા છે, તે જૈન તત્ત્વજ્ઞાને માનેલા આ ત્રણ દ્રવ્યોના સ્વરૂપ અને કાર્યને કેટલા અનુસરતા છે અને ક્યાં ભેદ પડે છે તે પણ જોયું. જૈન તત્ત્વજ્ઞાન પૂર્ણજ્ઞાનીએ બતાવેલ છે , જ્યારે વિજ્ઞાન પ્રયોગો દ્વારા જે સિદ્ધ થાય છે તે બતાવે છે. નવા નવા પ્રયોગો દ્વારા જુની માન્યતામાં સુધારા થતા રહે છે. વાસ્તવમાં જોવા જઈએ તો, જે અતીન્દ્રિય પદાર્થો છે તેનો પૂરેપૂરો તાગ પ્રયોગો દ્વારા આવવો બિલકુલ અશક્ય છે. તેમાં હંમેશા ખામીઓ રહેવાની, સુધારાને આવકાશ રહેવાનો જ, જે વિજ્ઞાન પણ સ્વીકારે છે.