________________
૪૨.
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન આ સંયોગોમાં જ્ઞાનીઓનો આપણને એ જ ઉપદેશ છે કે, ટૂંકા માનવજીવનમાં વિશ્વના રહસ્યો પામવા વિજ્ઞાન સામે મીટ માંડીને રાહ જોવામાં જન્મ પૂરો થાય તો પણ તેનો અંત ક્યારેય ન આવે, માટે માનવ જીવનમાં જે ખરેખર પ્રાપ્ત કરવા યોગ્ય છે, તેમાં પ્રયત્નશીલ બનવું જોઈએ. આત્માનું જ્ઞાન અને આત્માના સ્વરૂપને ઓળખી તેને ઉન્નત બનાવવાના ઉપાયોમાં લગાડવું જોઈએ.
મધ્યસ્થ ક્યાં સુધી રહેવાય?
જજ મધ્યસ્થ ખરો, પણ એ ક્યાં સુધી ? જયાં સુધી એ વાદીપ્રતિવાદીની વાત ન સમજે ત્યાં સુધી. સમજ્યા પછી તો એ સત્યનો પક્ષપાતી થાય છે, અને અસત્ય સામે આંખ લાલ કરે છે. સાચું-ખોટું સમજ્યા પછી જે મધ્યસ્થ રહે, એ કદી ધર્મ પણ ન પામી શકે.
વ્યવહારમાં દરેક ચીજ માટે સાચા-ખોટાનો સહુ કોઈ નિર્ણય કરે છે. એક ધર્મની વાતમાં જ ઘણા ખરાં લોકો “મધ્યસ્થ રહેવાની શાણી સલાહ આપે છે. આવા મૂર્ણ મધ્યસ્થો પાછાં પોતાને ડાહ્યા સમજે છે. સમજુ કદી મધ્યસ્થ ન હોય, અણસમજુ જ મધ્યસ્થ હોય.
ન સમજાય ત્યાં સુધી મધ્યસ્થભાવ રાખવો એ ગુણ છે. સમજાઈ ગયા પછી ય મધ્યસ્થ રહેવું, એ તો મહાદોષ છે.
- પૂ.આ. વિજયરામચન્દ્રસૂ.મ.સા.
– અસત્યપાંગળું છે, સત્યના સહારા વગર તે ટકતું નથી. ખોટા માલ
ઉપર પણ લેબલ તો સાચા માલનું લગાડો તો જ તે ખપે. > દરેક જણ ઇચ્છે છે, કે સત્ય તેની પડખે હોય, પરંતુ સત્યની પડખે
ઊભા રહેવાની ખરાદિલની ઇચ્છા દરેક જણ રાખતું નથી
(રીચાર્ડબ્રેટેલી) – સત્યના સાધકો સાહસિક હોય છે, જ્યારે સલામતીના ચાહકો
સિદ્ધાંતવિહીન સમજૂતિમાં રાચે છે. – અસત્ય એ આભાસ છે, સત્ય તો પ્રકાશ છે.