SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૫ (૪૪) સૂત્ર - ૨૦ - પદાર્થ વિજ્ઞાન : માટે જ નિર્માયેલાં છે. અન્ય આત્માઓને આવાં વર્ણનો સાંભળવા મળે પણ ક્યાંથી ! શ્રી જૈનશાસનને નહિ પામેલા હોવા છતાં પણ, ભદ્રિકતા આદિ ગુણોને ધરનારા અને સુંદર ભવિતવ્યતાવાળા આત્માઓ, કદાચિત આવું સાંભળવાનો યોગ પામી જાય, તો કર્મલધુતાદિના યોગે તેઓને આવાં વર્ણનો એકદમ રુચી જાય છે અને પરિણામે તેઓ પણ મોક્ષસાધક શ્રી જૈનદર્શનના ઉપાસક બની જાય છે. - પુદ્ગલાસ્તિકાયને અંગે આ તો આપણે માત્ર સામાન્ય જ વર્ણન કર્યું છે. બાકી શ્રી જિનેશ્વરદેવોના શાસનમાં તો એને અંગે એવાં એવાં વર્ણનો કર્યા છે કે એનો સાચો જ્ઞાતા આજના વિજ્ઞાનને તો એની આગળ કાંઈ માને જ નહિ. અનેક આરંભ-સમારંભોના પરિણામે વિવિધ જાતની, છતાં અપૂર્ણતા આદિ અનેક દોષોવાળી અમુક શોધો કરીને માચવું, ખુશ થવું. એ એક જુદી વાત છે અને અનંતજ્ઞાનીઓના કથનથી સઘળીય વસ્તુઓના પરમાર્થને પામવો એ જુદી વાત છે. સંસારરસિકો આરંભ આદિમાં આનંદ પામે, પણ વસ્તુના થરમાર્થને પામતાં પણ સંસારથી વિરકત બની, મોક્ષની સાધનામાં જ એકતાન બનતા જતા પરમર્ષિઓ, કદી જ કેવળ આરંભમય પ્રવૃત્તિઓમાં આનંદ પામે નહિ. એવી જાતના પુદ્ગલાસ્તિકાય આદિના સ્વરૂપ આદિને જાણવા માટે પણ શ્રી જિનેશ્વરદેવના શાસનના તત્ત્વજ્ઞાનનો સ્થિર ચિતે અભ્યાસ કરવાની આવશ્યકતા છે. એ જ રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ આદિ માટે પણ, તેમ જ આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષતત્ત્વ માટે પણ પ્રભુશાસનના અભ્યાસ (તત્ત્વાર્થસૂત્રના પમા અધ્યાયના છ દ્રવ્યોના નિરૂપણ કરનારા શાસ્ત્રો આદિના) આદિની જ જરૂર છે.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy