SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ' प्रक्षिप्त, स किल सुशीतां मृदुमारुतां शीतलच्छायामिव प्राप्तः सुखमनुपमं विन्द्यात्, निद्रां चोपलभेत, एवं कष्टतरं नारकमुष्णमाचक्षते । અર્થ :જો કોઈ નરકના જીવને ઉષ્ણવેદનાવાળી નરકમાંથી ઉઠાવીને સળગતા મોટા અંગારાના ઢગલામાં નાખવામાં આવે તો છાંયડામાં, ઠંડા અને કોમળ પવનને પામ્યો હોય તેમ, અનુપમ સુખને અનુભવે અને નિંદ્રા આવી જાય. આવી કષ્ટદાયી ઉષ્ણતા નરકમાં હોય છે. ૨૭૦ સ્ફટિકમય બંધારણ ઃ- સ્નિગ્ધ રૂક્ષ સ્પર્શ ઃ ૫૨માણુઓ કે સ્કંધો અંગાંગીભાવથી, એટલે કે પરસ્પર એકરસપણાથી જોડાય ત્યારે, તેમના બંધનમાં કારણરૂપ સ્નિગ્ધગુણ, અને સંબંધથી વિખૂટા પડવામાં રૂક્ષગુણ કારણ છે. તે ચોક્કસ નિયમથી થાય છે. તે ૩૩થી ૩૫ સૂત્રોમાં આવશે. વસ્તુઓની સપાટીનું સ્નિગ્ધત્વ કે રૂક્ષત્વ તેની અંદરના સ્ફટિકોની રચના ઉપર આધારિત છે. તે પણ સ્પર્શેન્દ્રિયથી જણાય છે. [ ૨ ]રસના પાંચ પ્રકાર : તીખો, કડવો, તૂરો, ખાટો અને મધુર. આધુનિક વિજ્ઞાન મુજબ જીભના સંવેદનશીલ કોષો રસને પારખે છે. જૈનતત્ત્વજ્ઞાન મુજબ રસનેન્દ્રિય, જે બાહ્યજીભની રચનાની અંદર રહેલું ક્ષુરપ્ર (અન્ન) આકારે જે ઉપકરણ (Instrument સ્વાદગ્રંથી) છે, તે રસને પારખે છે. રસાયણશાસ્ત્રીઓ માને છે કે, રસોના જુદા જુદા ભેદ હોવામાં hydrocarbonના ઘટકોની વિશિષ્ટરચના કારણભૂત છે. [ ૩ ] ગંધના બે પ્રકાર, અને ઘ્રાણેન્દ્રિય ઃ નાકની પાછળના ભાગમાં આવેલ ૧ ચોરસ ઇંચના વિસ્તારવાળા,
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy