SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૭) સૂત્ર - ૨૩ :- પુદ્ગલના ૪ મુખ્ય ગુણધર્મો, સ્પર્શ, રસ... આધુનિક રસાયણશાસ્ત્રએ પુદ્ગલના બધા જ પ્રકારોને રાસાયણિક મૂળ ઘટકના ૯૨ મૂળ ઘટકોમાં વર્ગીકરણ કર્યું છે. દરેકમાં ઘનતા જુદીજુદી છે. હાઇડ્રોજન સૌથી હલકો અને પ્લેટીનમ અથવા osmium સૌથીભારે ઘટક છે. પાણીને પ્રમાણિત માનીએ તો, સોનું ૧૯ ગણું ભારે છે. osmium ૨૩ ગણું ભારે. આ ઘનતા (હલકા ભારેપણું) સ્થૂલપરિણામી પુદ્ગલોની અપેક્ષાએ છે. જૈનશાસ્ત્રો મુજબ સ્વતંત્ર ૫૨માણુઓ, તેમજ અમુક અનંતની સંખ્યા સુધીના અણુનો બનેલો સ્કંધ (molecule) સૂક્ષ્મપરિણામી જ હોય છે. તેમાં હલકા ભારેપણું કંઈ જ નથી. તે અદૃશ્ય હોય છે. અમુક અનંત સંખ્યાથી અધિક પરમાણુઓને બનેલો સ્કંધ પણ, જ્યારે બાદર, એટલે કે સ્થૂલપરિણામી બને, તેને જ વજન (ભારે હલકાપણું) નામનો ગુણધર્મ હોય છે. તે જ દશ્યમાન હોય છે. (વિશેષ વિગત પૃ. ૫૧થી ૫૪ અને ૧૪૬) ૨૬૯ ઉષ્ણતામાન-(શીત-ઉષ્ણ સ્પર્શ) : ગરમ કે ઠંડુ, આનો અર્થ વિજ્ઞાનની ભાષામાં ઉષ્ણતામાન છે. બરફનું શૂન્ય, અને ઉકળતા પાણીનું ૧૦૦ સેન્ટીગ્રેડ કહે છે. બરફ કરતાં ઠંડું હોય. તેને ઋણ (-) કહે છે. તેઓ મુજબ સૌથી નીચુ ઉષ્ણતામાન૨૭૩થી ઓછું ન હોય. હવા-૧૯૦૦ ડીગ્રીએ પ્રવાહીમાં રૂપાંતર પામે છે. સોનું ૧૦૬૨૦ ડીગ્રીએ ઓગળે છે. જ્યારે પ્લેટીનમ ૧૭૭૦, ટંગસ્ટન ૩૪૦૦. આ રીતે પુદ્ગલના શીત અને ઉષ્ણ ગુણધર્મો છે. તેના અનેક ભેદ પડી શકે. જૈન શાસ્ત્રોની દૃષ્ટિએ તેના અનંત ભેદ પડી શકે છે. તે સ્પર્શનેન્દ્રિય દ્વારા જાણી શકાય છે. શાસ્ત્રોમાં નરકનું ઉષ્ણતામાન કેટલું ઊંચું હોય તે જણાવતાં શ્રી તત્ત્વાર્થ સૂત્ર ૩-૩ ૫૨ સ્વોપજ્ઞ ભાષ્યમાં કહ્યું છે કે - यदि किलोष्णवेदनान्नरकादुत्क्षिप्त्य नारकः सुमहत्यङ्गारराशावुद्दीप्ते
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy