________________
(૫૬) સૂત્ર-૩૨થી ૩૫ઃ-પુદ્ગલોનો પરસ્પરબંધ
૩૨૧
(૫૬) સૂત્ર-૩૨થી ૩૬ :- પુદ્ગલોનો પરસ્પરબંધ
-- પુગલો “સ્નિગ્ધ-રૂક્ષ ગુણને કારણે પરસ્પર સંયોજાઈને જગતના
સઘળા વિવિધ પદાર્થો રચાય છે.
વીજળી સ્નિગ્ધ-રૂક્ષ ગુણને કારણે પેદા થાય છે. - આધુનિક વિજ્ઞાનમુજબ અણુંઓનું બંધન. સ્નિગ્ધ અને રૂક્ષ જો, (૧) જઘન્ય અને (૨) સમાન અંશવાળા હોય, તો તેઓનો પરસ્પર બંધ ન થાય. પરંતુ (૩) બે વિગેરે અસમાન અંશવાળા હોય તો, તેઓનો બંધ થાય.
स्निग्धरुक्षत्वाद्बन्धः ॥३२॥
અર્થ :- (પુગલ પરમાણુઓ) સ્નિગ્ધ, અને રૂક્ષ સ્પર્શવાળા હોવાથી (પરસ્પર સ્પર્શલા હોય તો) બંધ થાય છે. - પુદ્ગલોનો પરસ્પર બંધ સ્નિગ્ધ.અને રૂક્ષ ગુણને કારણે થાય છે :
બંધ એટલે પુલોનો પરસ્પર સંશ્લેષ, સંયોજન. એટલે કે અંગગીભાવ-એકરસપહાવડે જોડાવું, સંયોજન પામવું તે. પરમાણુંઓમાં, ઘી-તેલમાં હોય છે, તેવા પ્રકારની ચીકાશ, કે રાખની માફક લુખાપણું હોય છે. તે સ્પર્શગુણના ૮ ભેદમાં, સ્નિગ્ધ અને રૂક્ષ તરીકે ઓળખાય છે. આ ગુણના કારણે પરમાણુઓ પરસ્પર બંધાઈ (સંયોજન પામી)ને સ્કંધો (Molecules) બને છે, અને સ્કંધો બંધાઈને આ જગતના વિવિધ પદાર્થો (પૃથ્વી, પાણી, વૃક્ષો, જીવોના શરીરો વિગેરે આંખેથી જે દેખાય છે તે, તેમજ સઘળી ૨૬ વર્ગણાના પુદ્ગલસ્કંધો) રચાય છે.
(૧) બે પરમાણુંઓનો, (૨) સ્કન્ધ અને પરમાણુંનો, અને (૩)