SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન , હવામાંથી ઓક્સીજન શોષી શરીરના વિવિધભાગોમાં પહોંચાડી જીવનક્રિયા જાળવે છે. શરીરની રચનામાં હજારો વિવિધ પ્રોટીન હોય છે, ત્યાં પ્રવર્તક બળ (guiding force) નો કેટલોક જથ્થો, જે પેશીઓના કોષ કેન્દ્રમાં વિદ્યમાન હોય છે, જે આ પ્રોટીનને ખાસ કાર્ય કરવા માટે ઉપયોગી બનાવે છે. આ પ્રવર્તક બળ, જે આનુવંશિક ગુણધર્મો ધરાવે છે. તેને તેઓ DNA અને RNA કહે છે. (Deoxy Nuclic Acid અને Rebo Nuclic Acid) ८० જૈન તત્ત્વજ્ઞાન મુજબ આ જીવનક્રિયાઓને સમજીએ તો વિકસિત જીવોમાં વિશિષ્ટ પુણ્યકર્મ માન્યું છે. તે કર્મરૂપશરીરને કાર્યણ શરીર કહેવાય છે. સંસારી આત્માની સાથે, નિત્ય સાથે રહેનારું બીજું તૈજસશરીર પણ છે. કાર્મણ શરીર, અને તૈજસશ૨ી૨, બંને સાથે મળીને જીવના તે બીજા શરીરો બનાવે છે. (જુઓ લેખ ૩૮ પૃ ૨૧૦) તે કર્મપુદ્ગલના સંચાલન તળે જ સધળી જીવનક્રિયાઓ થતી રહે છે. વિશેષથી સમજવા કર્મગ્રંથના શાસ્ત્રો અનુસારે શરીરનામકર્મ અને તેના પેટા ભેદોના કાર્યો સમજવાથી જાણી શકાય છે. આધુનિક વિજ્ઞાને સમજાવેલી DNA અને RNA દ્વારા થતી જીવનક્રિયાઓ ભૌતિક છે. પરંતુ વિચાર, ઇચ્છા, લાગણી, તર્ક, અંતઃપ્રરેણા, નિર્ણય, આદિનો પ્રોટીન અને DNA - RNA સાથે સંબંધ સમજાવી શકે તેવું કોઈ પ્રયોગોદ્વારા સિદ્ધ થઈ શક્યું નથી. બીજા શબ્દોમાં કહીએ આત્મદ્રવ્યની જે ચેતનાશક્તિ છે, તેના દ્વારા વ્યક્ત થતી ઇચ્છા, લાગણી વિગેરેને ભૌતિકશાસ્ત્ર કે રસાયણશાસ્ત્ર દ્વારા સમજાવી શકાયા નથી. ઇચ્છા, લાગણી આદિના પ્રકારો અને તેની તરતમતાઓ કોઈ ભૌતિકપ્રક્રિયા દ્વારા થતા નથી. તેથી તે ઇચ્છાદિ ગુણધર્મોવાળો, શરીર કે તેમાં રહેલા પ્રોટીન આદિ રસાયણોથી જુદો, એવો આત્મા સિદ્ધ થાય છે. આત્મા અને પુનર્જન્મ : આત્માનું અસ્તિત્વ અને તેના પુનર્જન્મના વિષયને વિસ્તૃત રીતે
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy