________________
(૧૫) સૂત્ર - ૨ - પમું જીવદ્રવ્ય
૭૯ જીવના ભૌતિકશરીરનો વિકાસ -
આધુનિક વિજ્ઞાન જીવનની દરેક પ્રક્રિયાઓ ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રના નિયમોથી સમજાવે છે. તેઓના મતે જીવનની બે આવશ્યક વસ્તુઓ વિકાસ અને પુનરુત્પાદન છે. એક કોષીય શરીર રચનામાં, જ્યારે તે એકકોષ પુરતો મોટો થઈ જાય ત્યારે, યોગ્ય સમયે બે સરખા ભાગમાં વિભાજિત થાય છે. અને દરેક ભાગ પૂર્ણ અમીબા છે. જ્યારે બીજી બાજુ ઊંચા પ્રાણીઓમાં જેઓ એક કોષમાંથી શરૂ થાય છે, તેમાં જે કોષો વિભાજિત થાય છે તે જુદા પડતા નથી, પરંતુ સાથે જોડાઈને પ્રાણીને આકાર આપે છે, અને વિકાસ કરે છે. જે પ્રાણીઓમાં ઘણો વિકાસ થાય તે હલનચલન કરી શકે છે. ઉચ્ચ પ્રાણીઓ માનસિક પ્રવૃત્તિ કરી શકે છે.
જૈન તત્ત્વજ્ઞાન મુજબ તેને ત્રાસ અને સ્થાવર જીવો કહે છે, જેને તેના કર્મમુજબ શરીર પ્રાપ્ત થાય છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ આ પાંચ સ્થાવર છે, જે હલનચલન કરી શકતા નથી. ત્રસ જીવો શુભકર્મવાળા કહેવાય છે. તેઓ બે, ત્રણ, ચાર, પાંચ ઇન્દ્રિયવાળા હોય છે. એથી વિશેષ પુણ્યથી મનુષ્ય અને દેવપણાને પામે છે. પાંચ ઇન્દ્રિયના પુણ્ય સાથે, બીજા અતિક્લિષ્ટ પાપકર્મો હોય તો, તે જીવો પશુ, નરક વિગેરે અવસ્થાને પામે છે. વાસ્તવમાં જીવની સાથે બંધાયેલા કર્મમુજબ જ આ સધળાનું સંચાલન થાય છે. ઇચ્છા, લાગણી આદિનો પ્રોટીન કે DNA RNA સાથે સંબંધ નથી -
આધુનિક વિજ્ઞાન મુજબ બે, કે ત્રણ રાસાયણિક પદાર્થો છે, જે પ્રાણીઓને જીવવા માટે શક્તિમાન બનાવે છે. તે પદાર્થો High polymeી શ્રેણી સાથે સંબદ્ધ છે. પ્રોટીન જે દરેક જીવંત વસ્તુનું મુખ્ય ઘટક છે, જેના ૨૦ એકમ છે. તે આ વર્ગમાં આવે છે. તે ચોક્કસ કાર્ય કરે છે. દા.ત. હિમોગ્લોબીન નામનું પ્રોટીન જે લોહના અણુઓ ધરાવે છે, અને શ્વાસની