________________
(૧૪) સૂત્ર - ૨- પમું જીવદ્રવ્ય સર્વજ્ઞ કથિત શુદ્ધ તત્ત્વજ્ઞાનને સમજી શ્રદ્ધા કરનારો બને, તો મોક્ષમાર્ગમાં આગળ વધી આત્માનો પરિપૂર્ણ વિકાસ સાધી સિદ્ધિપદ પામે છે.
પંચેન્દ્રિય મનુષ્યાદિના વિકાસ સુધી પહોંચેલો આત્મા, જો મોક્ષ પ્રાપ્ત ન કરે તો, નિશ્ચિત કાળ પછી જીવને પાછું એકેન્દ્રિય (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ)ની નિકૃષ્ટઅવસ્થામાં કુદરતના કાયદા મુજબ જવું જ પડે. ત્યાં ફરી પાછો છેદન-ભેદન આદિ સહન કરતાં અકામનિર્જરાથી કર્મ ખપે ત્યારે ફરી વિકાસ સાધી પંચેન્દ્રિય આદિ થાય. ફરીવાર પણ જો ઉપરોક્ત મુજબ સિદ્ધિપદ ન પામે તો, નિશ્ચિત કાળ પછી પાછો એકેન્દ્રિયાદિમાં ચાલ્યો જાય છે.
જીવાત્માની ચડતી પડતી થયા કરે છે. જે જીવો સિદ્ધિપદ પામી જાય છે તેઓને હવે સંસારપરિભ્રમણ કરવાનું રહેતું નથી. તે આત્માઓ પોતાના શુદ્ધચૈતન્ય સ્વરૂપમાં સદા આનંદમય અવસ્થામાં અનંતજ્ઞાનાદિ ગુણમય સ્વરૂપમાં મગ્ન રહે છે. શ્રી તીર્થપરમાત્માઓ આત્માના આનંદમય સ્વરૂપને ઓળખાવવા ઉપદેશ આપતા હોય છે.
સૂરિ રામની એવી વાણી, પથ્થર પણ બનતા પાણી આત્મા સમકિતી થાય એટલે વિરતિ (ત્યાગ)ની ભૂખ જાગ્યા વિના રહે જ નહિ સામાયિકનો ટૂંકો અર્થ એટલો જ કે – આત્માના વિચાર માટે કાઢેલી બે
ઘડી - બીજી વસ્તુના આધારે જે સુખ થાય તે સંસારનું સુખ અને બીજી વસ્તુના આધાર વિના જે સુખ ભોગવાય તે આત્માનું પોતાનું સુખ આત્માનો મૂળ સ્વભાવ રાગ-દ્વેષ કરવાનો નથી. રાગ કે દ્વેષ કરાવનાર કર્મ છે, માટે જ કર્મને કાઢવાનું છે.