________________
ર૭ર.
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન પણ સુવ્યવસ્થિત છે. જ્યારે કોઈપણ વસ્તુને ગરમ કરવામાં આવે ત્યારે તે સૌ પ્રથમ infra-red કિરણો છોડે છે પછી લાલ, પીળો અને છેલ્લે સફેદ, ઊંચા ઉષ્ણતામાને “bluehot. Infra-red કિરણો તે અદશ્ય ગરમીના કિરણો (durkhot rays) છે, જે આંખોથી જોઈ શકાતા નથી. અંધકારમાં પણ હોય છે. બિલાડી વિગેરે પ્રાણીઓ તેનાથી જોઈ શકે છે. Messrs afrod Ltd. એ એવી ફોટોગ્રાફની પ્લેટ બનાવી, જે infra red કિરણો પકડવા સંવેદનશીલ હોય, તેની મદદથી અંધારામાં પણ ફોટો લઈ શકાય. જ્યાં સુધી ઉષ્ણતામાન (Draper Point) પર૫° સેંટીગ્રેટથી નીચે હોય, ત્યાં સુધી વસ્તુ ફકત infra-red કિરણો ફેંકે છે. અથવા બીજા શબ્દોમાં, પ્રથમ અંધારું અથવા કાળાશ લાગે છે, પછી તે વર્ણ બદલાઈને લાલ, પછી પીળો, પછી સફેદ, અને છેલ્લે વાદળી. = રંગોની શ્રેણી, પ્રકાશની તરંગલંબાઈ પર આધારિત છે :
જેમ શબ્દ (અવાજ) તરંગના રૂપે ફેલાય છે, તેમ પ્રકાશ ઉર્જા પણ તરંગના સ્વરૂપે છે. પ્રો. એક્સબોર્ન કહે છે કે “જેવી રીતે અવાજની તરંગ લંબાઈમાં ફેરફાર વાજિંત્રના અવાજમાં ફેરફાર કરે છે. તેની સમાન દેખાતા પ્રકાશની તરંગ લંબાઈમાં ફેરફાર, રંગમાં ફેરફાર ઉત્પન્ન કરે છે. પ્રકાશને તરંગગતિ તરીકે ગણવું તે સ્વાભાવિક છે. દરેક તરંગલંબાઈ નિશ્ચિત રંગને અનુરૂપ હોય છે. મનુષ્યની આંખ જોઈ શકે તેટલા ટૂંકા તરંગો જાંબલી (Violet) રંગના તરંગો છે. મેઘધનુષને ઓળંગે છે, તેમ તે લંબાઈમાં વધે છે. જાંબલી, વાદળી બને છે. વાદળી નારંગી, નારંગી લાલ. જયારે તેઓ આનાથી વધુ તરંગ લંબાઈના થાય કે મનુષ્યની આંખ જોઈ ન શકે ત્યારે વસ્તુ વધારે ઝાંખી લાગે છે. લાલ રંગના મોજા ફક્ત ૧ ઇંચના ૩૦,૦૦૦મા ભાગની તરંગ લંબાઈના હોય છે. જાંબલી તેનાથી અર્ધા, એટલે ૬૦,૦૦૦મા ભાગની. બીજા રંગોની તરંગ લંબાઈ આની વચ્ચે હોય છે. સામાન્યથી એમ કહી શકાય કે,