________________
૨૨૦
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન કારણ એ છે કે, નજીકના વક્તાનો શબ્દ ૪૦-૫૦ ફૂટ દૂરથી આવે છે, મોબાઈલ આદિમાં ફરી ઉત્પન્ન થયેલો શબ્દ તેટલો દૂરનો પણ હોતો નથી, પણ અત્યંત નજીકનો છે.
અવાજને દૂર મોકલવાની વાત શાસ્ત્રોમાં પણ આવે છે. શ્રી તીર્થંકરભગવાનના કલ્યાણકાદિ પ્રસંગે અસંખ્ય યોજન દૂર વસતા દેવદેવીઓને કલ્યાણક ઉત્સવમાં જવાની સૂચના માટે દેવલોકમાં સુઘોષા નામની દિવ્યઘંટા વગાડવામાં આવે છે. બીજા દેવલોકો આદિમાં રહેલી ઘંટાઓમાં તે અવાજ ઉતરીને ફરી રણકે છે. આ રીતે વચ્ચે વચ્ચેના સાધનો દ્વારા દૂર સુધી સંભળાય તેવો શબ્દ કરીને મોકલી શકવાની વાતો શાસ્ત્રમાં છે.
અવાજ પ્રકંપન અવસ્થામાં સંભળાય છે, અને તરંગો રૂપે ફેલાય છે, તેથી જ તેને ફરી ફરી ઉત્પન્ન કરી શકાય છે. હજારો નવી આવૃત્તિઓ કરી શકાય છે, અને તેને તરંગો દ્વારા દૂર સુધી મોકલી શકાય છે. એક જ અવાજ લાખો ઉપકરણોમાં પરિવર્તિત કરીને સાંભળી શકાય છે. મંદ હોય તો તીવ્ર (મોટો) પણ બનાવી શકાય છે. તે સઘળું વર્તમાનમાં પ્રત્યક્ષ છે. - ધ્વનિના તરંગોથી શરીરને લાભ, અને નુકશાન પણ થાય છે -
ભયંકર અવાજથી કાનના પડદામાં પીડા, નુકશાન, દુખાવો વિગેરે થાય છે. કેટલાક અવાજથી ગર્ભિણી સ્ત્રીઓના ગર્ભ છૂટી જાય છે. તે સિવાય જે જંતુઓને કાન (શ્રોત્રેન્દ્રિય) નથી તેને પણ શબ્દની અસર થાય છે. તે તીડોના દષ્ટાંતથી સમજાય છે. ખેતરમાં પથરાઈને બેઠેલા તીડોને ઉડાડવા માટે પૂર્વે ઢોલ આદિના પ્રબળ શબ્દ કરવામાં આવતા હતા. તે તીડોને કાન ન હોવા છતાં તેના શરીર ઉપર શબ્દના પ્રતિકૂળ સ્પર્શની અસરથી તેઓ ઉડી જતા હોય છે. પૂર્વે હિંસક પ્રયોગો વિના તીડ