________________
(૩૯) સૂત્ર - ૧૯:- શબ્દ, એ પુદ્ગલનો પ્રકાર છે.
૨૨૧ જંતુઓથી ખેતીના પાકનું રક્ષણ કરવા આવો પ્રયત્ન થતો હતો. શાસ્ત્રોમાં ગર્દભ વિદ્યાનો ઉલ્લેખ આવે છે. તેમાં વિદ્યાદ્વારા એક ગદ્ધાનું નિર્માણ કરી તેના મુખમાંથી વિશેષ ધ્વનિ ઉત્પન્ન કરાતો હતો. તેને જે કોઈ સાંભળે તે તુરત મુખમાંથી લોહીવમતો બની મરણ પામે. આવા ઉલ્લેખો જોવા મળે છે.
વિજ્ઞાનીઓ માને છે કે, મનુષ્યના કાનના પડદાનું યંત્ર શક્તિબહારના ધ્વનિતરંગથી મૃત્યુકારી સિદ્ધ થઈ શકે છે. તીવ્ર ધ્વનિકારક કિરણો પશુઓના સ્નાયુઓના ટૂકડે ટૂકડા કરી શકે છે. શરીરના તાપમાનને ૧૪૦ ડિગ્રી સુધી લઈ જઈ શકે છે. ૧ સેકંડમાં ૧૦ લાખનાર કંપતા ધ્વનિથી હીરાના ટૂકડે ટૂકડા થઈ શકે છે. ૧ સેકંડમાં ૨૦થી ૨૦,૦૦૦ પ્રકંપનવાળો ધ્વનિ કાને પડે તો સાંભળવા યોગ્ય હોય છે. તેથી ઓછા કે વધારે પ્રકંપનવાળો ધ્વનિ અશ્રાવ્ય છે. પરંતુ કૂતરા, ઉંદર, પક્ષીઓ વિગેરે માટે ઘાતક હોય છે. - ધ્વનિના તરંગોથી માણસ, પશુ અને વનસ્પતિના પણ રોગોમાં ઉપચાર થાય છે -
સંગીતનો ધ્વનિ સારી અસર પણ ઉપજાવે છે. ઝાડપાન પર સંગીતની સારી અસર થાય છે. જેનાથી કેટલાક વૃક્ષ, વેલા, વધારે ફળફૂલ આપે છે. કેલીફોર્નિયામાં વટાણાના ખેતરોમાં શાસ્ત્રીય સંગીતની રેકોર્ડ વગાડી તેની પાક ઉપર સુંદર અસર જણાઈ હતી.
વૈજ્ઞાનિક દૃષ્ટિએ ધ્વનિના તરંગોથી પ્રોટોપ્લાઝમની ગતિ ઝડપી બને છે. મોટા ભાગના વૃક્ષોને વાયોલીન કે સિતારના તીક્ષ્ણ, બારીક સૂર વધુ પ્રિય જણાયા છે. તેને ફિલ્મી કરતાં શાસ્ત્રીય સંગીત વધુ અનુકૂળ પડે છે. એક બગીચામાં રેડિયો વગાડતાં તેના છોડ અસાધારણ રીતે ખીલ્યા હતા.