SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૨) સૂત્ર - ૨૦ :- જૈનતત્ત્વજ્ઞાનનો કર્મવાદ (૪૨) સૂત્ર - ૨૦ :- જૈનતત્ત્વજ્ઞાનનો કર્મવાદ - જીવોને સુખ, દુ:ખ, જીવન અને મરણ ઇત્યાદિ સઘળા, કર્મના કારણે થાય છે. ૮મી કાર્મણવર્ગણાના પુદ્ગલસ્કંધો, આત્મા સાથે બંધાય ત્યારે તે કર્મ કહેવાય છે. → દ્રવ્યકર્મ અને ભાવકર્મ ૨૩૭ જગતના દરેક ધર્મો કર્મમાં માને છે. →>> આત્મા પોતે જ કર્મ બાંધે છે, અને પોતે જ કર્મ ખપાવે છે. → સત્તા, બંધ, ઉદય, અબાંધાકાળ, નિર્જરાની વ્યાખ્યા. सुखदुःखजीवितमरणोपग्रहाश्च ॥२०॥ અર્થ : તથા સુખ, દુ:ખ, જીવન અને મરણ એ પણ પુદ્ગલોનો ઉપકાર છે એટલે કે, આત્મા સુખાદિ પુદ્ગલદ્વારા અનુભવે છે. → સુખ દુઃખ આદિમાં, કર્મ કારણ બને છે : પૂર્વના સૂત્રમાં શરીર આદિ-૪ પુદ્ગલના ઉપકાર છે. તે જણાવીને આ સૂત્રમાં સુખાદિ-૪ પણ પુદ્ગલના ઉપકાર છે, તે વાત જણાવી. એક જ વાત કહેવાની હોવા છતાં જુદું સૂત્ર રચવાનું કારણ જણાવતાં શ્રી સિદ્ધસેનગણિકૃત ટીકામાં જણાવ્યું છે કે, શરીરાદિ ૪, પુદ્ગલના પરિણામી (મૂળ) કારણ છે. જ્યારે સુખાદિ-૪, કર્મપુદ્ગલના અપેક્ષા (સહાયક) કારણથી છે. તાત્પર્ય એ છે કે, શરીરાદિ-૪ સ્વયં પુદ્ગલોના સીધે સીધા રૂપાંતરો જ છે. જેમ ઘડો, માટીનું રૂપાંતર છે તેમ. જ્યારે આત્માના સુખાદિ-૪ એ પુદ્ગલના સહકારીકારણથી છે. પરિણામી
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy