________________
(૬૦) સૂત્ર - ૩૯ :- કાળનું પ્રમાણ
ગાળો છે.
એટો સેકંડથી મોટો ગાળો, ફેસ્ટો સેકંડ છે. તે ૧૦૧૫ સેકંડ (૧૦ લાખ અબજમો ભાગ) છે. અણુમાં રહેલા (વિજ્ઞાનના) ૫૨માણુઓ જે કંપન કરે છે, તેમાં ૧૦થી ૧૦૦ ફેસ્ટો સેકંડ લાગે છે. કહેવાય છે કે આપણે કોઈપણ દૃશ્ય જોઈએ ત્યારે દશ્યમાંથી આવતો પ્રકાશ આંખના પડદા ઉપર પડે છે. તેનો સંકેત મગજને પહોંચે છે. તેનાથી આપણને દૃશ્યનું જ્ઞાન થાય છે. આ પ્રક્રિયામાં ૨૦૦ ફેસ્ટો સેકંડ લાગે છે.
૩૫૧
ફેસ્ટો સેકંડથી મોટો ગાળો પીકો સેકંડ' છે. તે હજાર અબજમો ભાગ (૧૦) સેકંડનો છે. અતિસૂક્ષ્મ કણ જે ‘બોટમ કવાર્ટ' છે, તે એક પીકોસેકન્ડ સુધી દશ્યમાન રહ્યો.
પીકોથી મોટો ગાળો નેનો સેકંડ છે. શૂન્યાવકાશમાં પ્રકાશના કિરણને ૩૦ સે.મી. મુસાફરી કરતાં ૧ નેનો સેકંડ લાગે છે. કોમ્પ્યુટરમાં માઇક્રો પ્રોસેસર ચીપ ૨થી ૪ નેનો સેકંડમાં બે આંકડાનો સરવાળો કરે છે. આ નેનોસેકન્ડ ૧ સેકંડના અબજ (૧૦૯)મા ભાગની છે.
નેનોસેકંડથી મોટું માપ માઇક્રો-સેકન્ડ છે. જે સેકંડનો ૧૦ લાખ (૧૦૬)મો ભાગ છે. તેમાં પ્રકાશનું કિરણ શૂન્યાવકાશમાં ૩૦૦ મીટર કાપે. અને અવાજ ૧મી.મી.ના ત્રીજાભાગ જેટલું અંતર કાપે. ડાઈનેમાઈટનો વિસ્ફોટ થતા ૨૪ માઇક્રોસેકંડ લાગે.
તેનાથી મોટો ગાળો મિલિસેકંડ જે સેકંડનો હજારમો ભાગ (૧૦) છે. માખી ૩ મીલીસેકંડમાં પાંખ એક વખત ફફડાવે છે. જયા૨ે મધમાખી ૫ મિલિસેકંડમાં. ચંદ્ર, પૃથ્વી ફરતે પ્રદક્ષિણા કરતાં દર વર્ષે ૨ મીલીસેકંડ વધુ લે છે.
મીલી સેકંડથી મોટું માપ ડેસિસેકંડ છે, તે દશમો (.૧) ભાગ છે. આપણી આંખ પટપટાવવામાં ૧ ડેસી સેકંડ લાગે છે. મૂળ અવાજ અને