________________
(૪૫) સૂત્ર - ૨૧ - જીવનું કાર્ય
૨૫૭ સહાયકપણું કર્યો. સામાન્ય રીતે ઉપગ્રહ, અનુગ્રહ, કે સહાયકપણું, તે શબ્દો ઉપકાર અર્થમાં વપરાય છે. એટલે કે જીવો પરસ્પર એકબીજાનાં ઉપકાર ='લાભ'માં સહાયક થાય છે. તેનો અર્થ થાય. પરંતુ અહીં તેવો અર્થ કરવાનો નથી. અહીં ઉપગ્રહ = નિમિત્તકારણ, કરવાનો છે. એટલે તાત્પર્ય એ થશે કે, સંસારી જીવો સઘળા એકબીજાનાં ઉપયોગમાં આવવા દ્વારા સહાયક થાય છે.
અહીં એક પ્રાસંગિક વાત પણ જોઈએ. જીવો જીવોનાં ઉપયોગમાં આવે છે. તેમાંનું એક ભોજન પણ છે. તેથી નીવો નીવચ્ચ મોનનમ્ આવી ઉક્તિ છે. આ ઉક્તિથી કેટલાક “જીવ જીવનું ભોજન કરે “મોટી માછલી નાની માછલીને ખાય.” એ કુદરતી વ્યવસ્થા છે. તેથી માંસાહાર કરવામાં કંઈ અનુચિત નથી. આવો કુતર્ક કરીને વિરુદ્ધ અર્થઘટન કરે છે. પ્રચલિત ઉક્તિ વ્યાપકંપણે પરિસ્થિતિનું માત્ર નિદર્શન કરે છે. તેનાથી માંસાહાર ઉચિત સિદ્ધ થતું નથી. મનુષ્યની શરીર રચના પણ તેને. અનુરૂપ નથી.
વળી બુદ્ધિ અને શક્તિમાં અધિક મનુષ્ય છે. તેની ફરજ તો નાના પ્રાણીઓની દયા-રક્ષાની હોવી જોઈએ. અજ્ઞાની જીવો અનુચિત પ્રવૃત્તિ કરે તે પ્રમાણભૂત ન ગણાય. પ્રસ્તુત સૂત્ર ધર્માદિ ૪ દ્રવ્યોની જેમ જીવનાં કાર્યો શું શું હોય છે. તેને જ દર્શાવે છે.
> જીવો એકબીજાના આધાર પર જીવન વ્યતીત કરે છે? જગતનાં સઘળા જીવો એકબીજાને આશ્રયીને જીવે છે. સ્વામી, સેવક, રાજા, પ્રધાન, સેનાપતિ, શેઠ, સૈનિક, પરિવાર, સમાજ, દેશાદિના સભ્યો આદિ સઘળા વ્યવસાય આદિની લેવડ દેવડ વિગેરેવડે એકબીજાના સહાયક બને છે. જેવી રીતે સાંસારિક કાર્યોમાં દરેક જીવ એકબીજાનાં આધારે જીવે છે. સાચી સલાહ કે ખોટી સલાહ દ્વારા જીવો એકબીજાને લાભ-નુકશાન કરનારા પણ બને છે. તેવી રીતે ધર્મનાં વિષયમાં પણ ધર્મોપદેશવડે ધર્માચાર્યો-ગુરુઓ વિગેરે, બીજા જીવોને ધર્માચરણમાં