________________
૧૯૨
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન આદિ પ્રબળ આયુષ્ય ધરાવતા જીવ ફલીકરણની પ્રક્રિયામાં આગળ વધી શરીરનો વિકાસ કરી શકે છે, અને જન્મે છે. તેમાંય આર્યદેશ, ઉત્તમકુળ અને શુદ્ધધર્મની પ્રાપ્તિને યોગ્ય સંયોગોવાળો જન્મ, અતિઅતિ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. શરીર રચના, ખોરાકનું પાચન અને કમસર વિકાસ આદિ, જીવની અવ્યક્ત શક્તિવડે સતત શરીરમાં થયા કરે છે :
ગર્ભમાં રહેલા ત્યાંના પુદ્ગલોમાંથી પ્રથમ “ઓજાહાર” વડે આહાર ગ્રહણ કરી જીવ સૂક્ષ્મશરીર બનાવે છે. તે શરીરવડે ક્રમસર પુદ્ગલોને ગ્રહણ કરી સૂક્ષ્મશરીરની સાથે એકરસ કરતાં કરતાં શરીરનો વિકાસ કરે છે. પ્રથમ પ્રવાહીરૂપ શરીરમાંથી ક્રમસર તેને ઘન સ્વરૂપ આપતાં આપતાં, ધીરે ધીરે માંસપેશીઓ, માંસ, મેદ, હાડકા, પાંચેય ઇન્દ્રિયો, શ્વસનતંત્ર અને પાચનતંત્રના અવયવોને, તે તે કર્મના નિયંત્રણ હેઠળ યથાયોગ્ય રીતે રચીને ગોઠવતો ગોઠવતો ક્રમસર શરીરનો વિકાસ કરે છે. શાસ્ત્રોમાં ૭-૭ દિવસે કેવા કેવા સ્વરૂપે રચના થતી જાય છે તેનું વિગતવાર વર્ણન કરેલું છે. ચારેક મહિનામાં હાથ, પગ આદિ અવયવોના અંકૂરા ફૂટેલા હોય તેવો ઘન માંસનાપિંડના આકારને પામે છે. આ રીતે શરીરનું બંધારણ મૂળરૂપે રચાઈ જાય છે. લોકમાં કહેવાય છે કે ૪ મહિને જીવ આવે છે, તે આ શરીરનું બંધારણ રચાઈ જવાથી હૃદય ધબકતું થાય એટલે કહેવાતું હશે. પરંતુ જો એમ જ હોય તો આટલા સુધી શરીરના બંધારણની રચના કોણે કરી? જીવ વિના તેવી કોઈ શક્તિ કરવા સમર્થ નથી. જીવ પણ પોતાની સૂઝ બૂઝ, કે પ્રગટ કોઈ ઇચ્છાથી આ રચના કરતો નથી. તેણે ઉપાર્જન કરેલ કર્મ પરમાણુઓના નિયંત્રણ હેઠળ, અનભિસંધિજવીર્યથી કરે છે. વ્યક્ત ઇચ્છાથી ઇરાદાપૂર્વક જે પ્રવૃત્તિ થાય તેને અભિસંધિજવીર્ય કહે છે. અને અવ્યક્તપણે ઈચ્છા વગર થતી ક્રિયાઓ અનભિસંધિજવીર્ય કહેવાય છે. કર્મના પ્રભાવથી