________________
૪
પ્રસ્તાવના
ધર્મ અને વિજ્ઞાન અંગે વિચારબિંદુ
‘ધર્મ’ અને ‘વિજ્ઞાન’ આ બે વસ્તુઓને જગતનો મોટો ભાગ પરસ્પર વિરોધી વસ્તુરૂપે જાણતો-માનતો આવ્યો છો, જે કેટલાક અંશે સાચું છે તો કેટલાક અંશે ખોટું છે. કયાં અંશે સાચું ? - અને કયા અંશે ખોટું ? - તેનો નિર્ણય કરતાં પહેલાં બંનેય શબ્દો પાછળ સમાયેલા અર્થને વિચારવો અનિવાર્ય છે.
‘ધર્મ’ શબ્દની વ્યાખ્યા અનેકાનેક પ્રકારે કરવામાં આવેલી છે, એમાં સૌથી વ્યાપક વ્યાખ્યા છે. વત્યુસહાવો ધમ્મો । (વસ્તુસ્વમાવો ધર્મ: ।) એટલે વસ્તુ પદાર્થનો મૂળભૂત સ્વભાવ એ એનો ધર્મ કહેવાય. આ વ્યાખ્યા જગતમાં રહેલા જીવ અને જડ એમ બે વિભાગમાં રહેલા તમામે તમામ પદાર્થોને એકસરખી રીતે લાગુ પડે છે. દાખલાથી સમજવું હોય તો જીવ એટલે આત્મા-આત્માનો મૂળભૂત સ્વભાવ જ્ઞાનદર્શન-ચારિત્ર-તપ-વીર્ય અને ઉપયોગ છે. નિર્બંધ ચેતનાસ્વરૂપ પણ એને કહી શકાય. એવી અવસ્થા મોક્ષમાં વિદ્યમાન છે. સંસારમાં સંપૂર્ણપણે જ્ઞાન-દર્શન વગેરે છં ગુણો અગર નિબંધ ચેતનાસ્વરૂપ હોઈ શકતા નથી, કારણ કે આત્મા કર્મના બંધનથી બંધાયેલો છે. માટે જ મોક્ષ એ આત્માનો સ્વભાવ છે. સ્વભાવ છે માટે જ તે આત્માનો ધર્મ છે. આ મૂળભૂત આત્મ-સ્વભાવને પ્રાપ્ત કરવા માટે સંસારી આત્માને, સંસા૨માં જે કાંઈ કરવાનું થાય તે પણ કારણરૂપ ધર્મ છે. મોક્ષને મેળવવામાં કારણરૂપ જે હોય તેને પણ ધર્મ કહી શકાય.
આ થયો જીવ-આત્માનો ધર્મ. જડનો ધર્મ શું સમજવો ? દરેક જડ વસ્તુમાં ગુણ-પર્યાય હોવાના જ. માટે જ દ્રવ્યની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે મુળપર્યાયવર્ દ્રવ્યમ્ । દ્રવ્ય એ ગુણ અને પર્યાયવાળું હોય છે. દ્રવ્યના જે ગુણ છે તે જ દ્રવ્યનો સ્વભાવ છે. પર્યાય તો માત્ર અવસ્થાંતરો છે. દાખલા તરીકે પાણીનો ગુણ શીતલતા છે. ગમે તેટલું ગરમ કરીને મૂકો..પાણી ધીમે ધીમે પણ પોતાના મૂળભૂત ગુણસ્વભાવ-શીતલતાને જ પામે છે. એ જ રીતે અગ્નિનો ગુણ-સ્વભાવ ઉષ્ણતા છે. વાયુનો સ્વભાવ ગતિશીલતા છે. પૃથ્વીનો સ્વભાવ ભારેપણું છે. આકાશનો સ્વભાવ બીજી વસ્તુઓને સમાવવાનો છે. એમ દુનિયાના દરેક જીવ-આત્મા કે/અને જડપુદ્ગલને પોતપોતાનો ધર્મ હોય છે.
હવે ‘વિજ્ઞાન' શબ્દ જોઈએ. વિશિષ્ટ જ્ઞાનં વિજ્ઞાનમ્ । વિશિષ્ટ કક્ષાનું જ્ઞાન તે વિજ્ઞાન. વસ્તુના એકાદ-પાસાં કે અમુક થોડાં પાસાંનું જ્ઞાન હોવું એ ‘જ્ઞાન' છે, તેની