________________
ઉપર
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ઉદ્દેશ્યોને આ પાંચમા આરાના છેડા સુધી પ્રસારતો રહેવાનો છે. છેલ્લી સદીઓમાં જયારે શ્રમણ (સાધુ) સંઘમાં ઓટ આવી ત્યારે તેને પૂરી કરનાર અનેકાનેક આચાર્યોની મધ્યે પૂ.આ.ભ.શ્રીમદ્ વિજયરામચન્દ્ર સૂ.મ.અનેકોમાં અગ્રેસર હતા. જૈન તત્ત્વજ્ઞાનની વાતોને ખૂબ જ સરળ અને લોકભોગ્ય શૈલીમાં સમજાવીને શુદ્ધ તત્ત્વ શ્રદ્ધા પેદા કરી ઘર ઘર અને ઘટ ઘટમાં વૈરાગ્યભાવને જીવંત કરી જૈન શાસનની જયોતને જવલંત અને ઉજ્જવળ કરી છે. પોતાની વિશિષ્ટ પ્રવચન શકિતદ્વારા શ્રી તીર્થકર ભગવાનના ઉદેશ્યોનો પ્રભાવ તેઓએ વિસ્તાર્યો છે. હજારો પૃષ્ઠોનું પ્રવચન સાહિત્ય આજે પણ આત્મા શુદ્ધિ માટે પરમ આલંબન છે. તેઓના પ્રવચનોમાંથી પ્રસ્તુત પદાર્થ વિજ્ઞાનના વિષયનું એક પ્રવચન અને તેના દ્વારા તેમના હૃદયગત ભાવોને માણીએ.
જૈનધર્મનું પદાર્થવિજ્ઞાન (વ્યાખ્યાનવાચસ્પતિ, પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય
રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા) છ દ્રવ્યોમાં પાંચ અજીવ છે, તેમાં ચાર અસ્તિકાય છે -
જેમ શ્રી જિનશાસનમાં જીવતત્ત્વની સિદ્ધિ આદિ માટે અનેક પ્રકારનું નિરૂપણ છે, તેમ અજીવતત્ત્વના નિરુપણમાં પણ શ્રી જૈનદર્શને કમાલ કરી છે. અનંતજ્ઞાની શ્રી વિતરાગ પરમાત્માઓ હેય, ઉપાદેય અને શેય એ સઘળા પદાર્થોનું નિરૂપણ કરે છે. મુક્તિગામી આત્માઓ પોતપોતાની યોગ્યતાના પ્રમાણમાં એનો ઉપયોગ કરે છે. છ દ્રવ્યોમાં એક કાળ સિવાય જેમ પાંચ અસ્તિકાયો છે તેમ, પાંચ અજીવ દ્રવ્યોમાં કાળ સિવાયના ચાર અસ્તિકાયો છે.
“અસ્તિી એટલે પ્રદેશ અને “કાય' એટલે સમૂહ-આ અર્થથી જે દ્રવ્યો પ્રદેશ સમૂહાત્મક હોય, તે દ્રવ્યો સાથે “અસ્તિકાય' શબ્દનો યોગ કરાય છે. આથી સ્પષ્ટ થશે કે છ દ્રવ્યોમાં એક જીવ વિના જેમ પાંચે અજીવો છે,