________________
(૪૪) સૂત્ર - ૨૦ :- પદાર્થ વિજ્ઞાન
(૪૪) સૂત્ર - ૨૦ :- પદાર્થ વિજ્ઞાન
૨૫૧
→>
→ વિજ્ઞાનની શોધોથી આજે આખુ વિશ્વ આપત્તિમાં છે. છ દ્રવ્યોમાં પાંચ અજીવ છે, અને તેમાં પણ ચાર અસ્તિકાય છે. કર્મપુદ્ગલોએ આત્માને સંસારમાં ભમતો રાખ્યો છે.
->>
→ સુંદર ભવિતવ્યતા અને કર્મલઘુતાથી શ્રી જિનેશ્વરદેવનાં વચનો આત્માને રૂચિકર બને છે.
(મુવડુ: વનીવિતમાળોપદ્મહાશ્ચ ॥૨૦॥)
શ્રી તત્ત્વાર્થસૂત્રના અધ્યાય-૫ના ૨૦ સૂત્રોમાં વિશ્વના ઘટકભૂત ૬ દ્રવ્યોને આપણે સામાન્યથી સમજવાનો પ્રયત્ન કર્યો. હવેના સૂત્રોમાં તેને થોડા વધારે વિગતથી સમજવાનો પ્રયત્ન કરશું. જૈન શાસનના આગમશાસ્ત્રોરૂપી સિંધુમાંથી બિંદુ સમાન જે કંઈ સાહિત્ય વર્તમાનકાળે આપણને પ્રાપ્ત થાય છે, તેના દ્વારા પણ આપણને પદાર્થવિજ્ઞાનના વિષયમાં આશ્ચર્યકારી માહિતી મળે છે. વર્તમાનના વિજ્ઞાનના જ્ઞાન કરતાં તે વધુ સ્પષ્ટ અને વસ્તુતત્ત્વના સર્વપાસાઓને સ્પર્શતું છે. વર્તમાનવિજ્ઞાને પુદ્ગલની શક્તિના પ્રત્યક્ષીકરણની પ્રક્રિયાઓ શોધી કાઢી. તેને સુખ-સગવડતા અને મનોરંજનોના સાધનોમાં પ્રયોજીને સર્વેને સહેલાઈથી ઉપલબ્ધ કરી દીધી. તેની આડઅસરોથી આજે આખુ વિશ્વ આપત્તિમાં છે. પૂર્વે પુદ્ગલની શક્તિના પ્રત્યક્ષીકરણના અનેક પ્રકારના રહસ્યો હતા, જે દુરુપયોગ અને આવા આપત્તિના ભયથી લુપ્ત કરી દેવાયા હતા. સર્વજ્ઞ શ્રી તીર્થંકર પરમાત્માનો ઉદેશ્ય યોગ્યજીવોને આત્માની અદ્ભુત, અલૌકિક અનંતી શકિતઓના પ્રત્યક્ષીકરણ માટેના જ્ઞાન-દર્શન-ચારિત્રના ઉપાયોમાં જોડી, શાશ્વત સુખના ભોકતા બનાવવાનો હતો. તેમણે સ્થાપેલો શ્રમણસંઘ શ્રી તીર્થંકરભગવાનના