SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૨) સૂત્ર - ૩૦ :- નિત્યત્વની વ્યાખ્યા... (૫૨) સૂત્ર - ૩૦ :- નિત્યત્વની વ્યાખ્યા... → દરેક પદાર્થમાં ઉત્પત્તિ-નાશ-સતત થયા કરે છે. ‘નાશ’ એ, વસ્તુના ‘અસ્તિત્વનો અભાવ’ નથી, પણ ‘રૂપાંતર’ છે. → ‘પરિણામી નિત્યત્વ' = પરિવર્તન પૂર્વકનો સ્થાયી અંશ. અને ‘ધ્રૌવ્ય’=માત્ર સ્થાયી અંશ. ૨૯૭ → થવું (becoming - ઉત્પાદ, વ્યય) અને હોવું (being ધ્રૌવ્ય) બંને વાસ્તવિક પદાર્થના સંપૂર્ણભાવ (notion) ના પૂરકો છે. - તદ્નાવાવ્યયં નિત્યં રૂ॥ -- અર્થ :- તેના (પૂર્વના સૂત્રમાં જે સત્ત્નું સ્વરૂપ બતાવ્યું તે સત્નો જે) ભાવ (એટલે સ્વરૂપ, સત્ નું સ્વરૂપ, ઉત્પાદાદિ-૩, તેમજ તેનું મૂળભૂત સ્વરૂપ, આંતરિકસ્વભાવ છે, તે) નો ફેરફાર ન થવો (૩ ગુણધર્મો સતત વર્તતા રહે), તેને નિત્ય કહેવાય છે. ન દરેક પદાર્થમાં ઉત્પત્તિ-નાશ સતત થયા કરે છે ઃ ‘સત્’ સ્વરૂપથી જે ન ફરે તેને નિત્ય કહેવાય છે. ત્રિગુણસ્વભાવ વસ્તુમાત્રનો મૂળભૂત સ્વભાવ છે. તેમાં ક્યારેય ફેરફાર થતો નથી. તે જ નિત્યત્વ છે. ઉત્પત્તિ, નાશ, અને સ્થિરતા આ ૩ ગુણધર્મો દરેક પદાર્થમાં સતત વર્ત્યા કરે છે. પ્રશ્ન :- જો પદાર્થનો નાશ એ પણ તેનો સ્વભાવ હોય તો, તેને નિત્ય કેમ કહેવાય ? સમાધાન :- ઉત્પત્તિ અને સ્થિરતા એ વસ્તુના સ્વભાવ છે, તેવી રીતે નાશ એ પણ વસ્તુનો સ્વભાવ છે. ત્રણે સ્વભાવનું વર્તવું, તે જ અહીં નિત્યત્વની વ્યાખ્યા છે.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy