SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) સૂત્ર-૧૨ અને ૧૩ - પરિમિતલોકાકાશ ૧ ૨૭ [ (૨૪) સૂત્ર-૧૨ અને ૧૩:- પરિમિતલોકાકાશ) - પરિમિત લોકાકાશમાં જ સઘળા દ્રવ્યોનું અવસ્થાન છે. -- વિજ્ઞાન, વિશ્વની કુલ ઉર્જાને અચળ માને છે. - વિશ્વની વ્યવસ્થા માટે લોકાકાશને પરિમિત માનવું આવશ્યક છે. વિશ્વ વ્યવસ્થાના નિયામક દ્રવ્યો, ધર્મ અને અધર્મ લોકમાં વ્યાપીને રહેલા છે. > ધર્મ, અને અધર્મ, બંને દ્રવ્યો અખંડ છે. लोकाकाशेऽवगाहः ॥१२॥ અર્થ:- આધેય (રહેનારા દ્રવ્યો)ની સ્થિતિ લોકાકાશમાં જ છે. સ્વપજ્ઞ ભાષ્ય :- ગવ હિનામવાહો નોવેશ મવતિ | પરિમિત લોકાકાશમાં જ સઘળા દ્રવ્યોનું અવસ્થાન છે - અનંત આકાશના લોકાકાશ, અને અલોકાકાશ એમ બે વિભાગ છે. આ વિભાગ ધર્મ અને અધર્મ દ્રવ્ય પર આધારિત છે. જીવો અને પુગલો લોકાકાશમાં જ ગતિ અને સ્થિતિ કરી શકે છે. તેની પેલે પાર અલોકાકાશમાં (ગતિ સહાયક) ધર્મ, અને (સ્થિતિ સહાયક) અધર્મ દ્રવ્ય નથી માટે ત્યાં જીવ અને પુગલો જઈ, કે રહી શકતા નથી. લોકાકાશમાં જ તેઓ છે. લોકાકાશ ચારે બાજુથી ઘેરી વળેલા અનંત વિસ્તારવાળા અલોકાકાશની મળે છે. (જુઓ ચિત્ર પૃ. ૨૭) થHધર્મયોઃ વૃત્રે રૂા અર્થ - ધર્મ, અને અધર્મ, આ બેદ્રવ્યો સમગ્રલોકાકાશમાં વ્યાપીને અને એકબીજામાં અંત:પ્રવેશ પામી રહેલા છે.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy