________________
૩૫૪
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન -- ગુણને ઓળખાવવા બીજા ગુણની જરૂર પડતી નથી :
ગુણ, દ્રવ્યને પ્રકાશિત કરે (ઓળખાવે) છે. આ રીતે તે દ્રવ્યને ગુણ કરે છે. પરંતુ ગુણને ગુણ કરનાર બીજો ગુણ નથી. ગુણને બીજા ગુણની જરૂર નથી. તે પોતાના સામર્થ્યથી જ પ્રકાશિત છે. (તે પોતે જ પોતાને ઓળખાવે છે.) દા.ત. “કપડું સફેદ છે.' અહીં સફેદ વર્ણ એ ગુણ છે. જે કપડા (દ્રવ્ય)ને ઓળખાવે (પ્રકાશિત કરે) છે. પરંતુ સફેદવર્ણનો બીજા કોઈ ગુણ છે? અથવા સફેદવર્ણગુણને કોણ ઓળખાવે છે? તેનો ઉત્તર એ છે કે, તે સ્વયં પ્રકાશિત છે. એટલે કે, સફેદવર્ણ, એ જેમ કપડાને ઓળખાવે છે. તેવી રીતે પોતે પોતાને પણ ઓળખાવે છે. સફેદવર્ણને ઓળખવા માટે તેના બીજા કોઈ ગુણની જરૂર નથી.
તે જ રીતે જીવ, એ ચેતના અને જ્ઞાનાદિ ગુણોથી ઓળખાય છે, જણાય છે. પરંતુ જ્ઞાનાદિ ગુણને ઓળખવા બીજા ગુણની જરૂર નથી. તે સ્વયં પ્રકાશિત છે. આ રીતે પાંચ, કે છ એ દ્રવ્યોના ગુણો માટે સમજવું. ગુણ, ગુણ વગરના છે, એનો અર્થ, ગુણને પ્રકાશિત થવાને માટે બીજા ગુણની જરૂર રહેતી નથી. તે જણાવવા વિના ગુન: વિશેષણ છે. દ્રવ્યમાં ગુણો સતતપણે રહેલા જ હોય છે. વળી બીજું એ પણ છે કે, ગુણ દ્વારા જ આપણે દ્રવ્યને જાણીએ છીએ. પ્રત્યક્ષ કરીએ છીએ. સીધું દ્રવ્યનું પ્રત્યક્ષ થતું નથી. (જુઓ પૃ. ૩૨૮)
દરેક વસ્તુનો સ્વભાવ કે ગુણધર્મ એવું જે કહેવાય છે, તેને જ ગુણ કહે છે. ગરમી, પ્રકાશ અને દાહકતા એ અગ્નિનો ગુણધર્મ કે સ્વભાવ છે. એ જ અગ્નિદ્રવ્યનો ગુણ છે. જો કે અહીં અગ્નિ, પાણી, કે ઘર આદિ સર્વે પુદ્ગલ દ્રવ્યના પ્રકારો જ છે. પણ તેને પણ, દ્રવ્યનો પ્રકાર હોવાથી, દ્રવ્ય કહેવાય છે. મનુષ્ય, પશુ, તેમજ તેના ય પેટા પ્રકારો વિગેરે જેવદ્રવ્યના જ પર્યાયો (પ્રકારો) છે, માટે એ બધા જીવદ્રવ્ય કહેવાય.