________________
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન
પૂરા સિત્તેર થયા. ભૂખ અને ગરીબી હવે નથી જીરવાતી, તો મારી વ્યથા કેમ તને સમજાતી નથી ? દિવસો વીતતા જાય છે અને તેની મોતમાટેની પ્રાર્થના પણ બલવત્તર બનતી જાય છે. એવામાં સખત વરસાદ શરૂ થાય છે, લાકડા કાપવા જવાતું નથી, તેથી બે દિવસની ભૂખ પણ ભેગી થઈ છે. વરસાદ થોડો રહી જવાથી જંગલમાં જાય છે. લાકડાનો ભારો લઈને આવતા થાકી જવાથી તે ભારો નીચે ફેંકી એક ઝાડ નીચે બેસી જાય છે અને ફરી પ્રાર્થના શરૂ કરે છે - હે ભગવાન ! હે મૃત્યુના દેવતા ! મારાથી હવે આ બધું સહેવાતું નથી, તું બધાની પ્રાર્થના સાંભળે છે અને મારી જ કેમ સાંભળતો નથી, મને ઉઠાવી લે. અને આશ્ચર્ય ! એના ખભા પર કોઈનો હાથ પડે છે. આંખ ઉઠાવીને સામે જૂએ છે, તો સ્વયં યમદેવતા જ સામે ઊભા છે, અને કહી રહ્યા છે - વત્સ તારી પ્રાર્થના તો મને રોજ સાંભળવા મળતી હતી, પણ પૃથ્વી લોકમાં હવે તો એટલા બધા લોકો યાદ કરવા લાગ્યા છે કે કેમેય કરીને પહોંચાતું નથી. આજે જરા અહીંથી પસાર થવાનું થયું એટલે આવ્યો છું. બોલ શી ઇચ્છા છે તારી ? તે વૃદ્ધના હોશકોશ ઉડી ગયા. આ રીતે એણે વિચારેલું જ નહી કે યમદેવતા સામે આવીને ઊભા રહી જશે. સિત્તેર વર્ષનું ચાલાક મન તરત જ મદદે આવી ગયું. વૃદ્ધે કહ્યું - મહારાજ આ થોડીવાર થાક ખાવા બેઠો હતો. અને આ બાજુથી કોઈ નીકળે તો ભારો કોણ ચઢાવે તેની રાહ જોતાં પ્રાર્થના કરતો હતો. બસ આ ભારો માથેચડાવવામાં મદદરૂપ થશો એટલી જ મારી પ્રાર્થના છે.
૮૨
આ રૂપક દ્રષ્ટાંત છે. તેથી યમદેવતા જીવને લેવા આવે છે. તે વાસ્તવિક નથી. આનુપુર્વી નામકર્મ જીવને એક ગતિમાંથી બીજી ગતિમાં લઈ જાય છે. અહીં તાત્પર્ય એ છે કે, જીવનથી કંટાળીને અનેક લોકો મોત માંગતા હોય છે, પણ મોત આવી જાય ત્યારે તો, બચવાના જ ઉપાય શોધતા હોય છે. આ વસ્તુ જીવની જિજિવિષાની પ્રબળતાને સિદ્ધ કરે છે. જીવો