________________
૩૫
(૭) સૂત્ર - ૧:- ચાર અજીવકાય. ૩જું દ્રવ્ય આકાશાસ્તિકાય કોઈ અંત નથી. પરંતુ આકાશની પેલે પાર પણ હંમેશાં આકાશ છે, એ સમજી શકાય તેમ નથી, અને તે કલ્પનાના વિકલ્પોમાં હાલમ ડોલમ થયા કરે છે. સાપેક્ષવાદના સિદ્ધાંત પહેલાં જૂની માન્યતા પરિચ્છિન્ન આકાશની હતી. અનંત આકાશ કોઈ સમજાવી શકે તેમ નથી. ભૌતિકવિશ્વને બુદ્ધિમાં સ્થાન આપવા માટે એક અકલ્પનીય માન્યતા છે વ્યામોહવાળી (Disquieting) પરંતુ તદ્દન યુક્તિ વિરુદ્ધ નથી, તેને આપણે સમાવિષ્ટ કરવી પડશે. (પૃ. ૧૮૨) આઈન્સ્ટાઈનના સિદ્ધાંતે બંને પક્ષથી જુદો રસ્તો સૂચવ્યો છે. આકાશ અનંત છે, અથવા તેનો અંત છે, બંનેમાંથી એકેય નહિ. આકાશ પરિછિન્ન છે, પરંતુ તેનો અંત નથી. પરિચ્છિન્ન પરંતુ અમર્યાદિત (Finite but unbounded)” આ વાત જૈન તત્ત્વજ્ઞાન મુજબના લોકાકાશ અને અલોકાકાશની માન્યતાને મળતું છે. આકાશ સર્વત્ર એક સમાન છે -
આકાશને આપણે જોઈ શકતા નથી કારણ કે તે અરૂપી છે. આપણે કોઈ નજીક રહેલી અને દૂર રહેલી વસ્તુતારા, આકાશને અનુમાનથી જાણી શકીએ છીએ. નજીકમાં રહેલી વસ્તુ, અને આપણી વચ્ચે આકાશ ઓછું છે અને દૂર રહેલી વસ્તુ, અને આપણી વચ્ચે આકાશ વધારે છે. આ રીતે આકાશનું અનુમાન થાય છે. ભૌતિક પદાર્થની સાપેક્ષતાથી જ આપણે અભૌતિક એવા આકાશને જાણી શકીએ. પણ તેની પણ મર્યાદા છે. સંપૂર્ણ આકાશને આપણે અનુમાન દ્વારા પણ સમજી શકતા નથી. દૂર ક્ષિતિજમાં પૃથ્વી અને આકાશ મળેલા દેખાય છે. રેલ્વેના પાટાને દૂરથી જોતા મળેલા દેખાય છે, કે તે વચ્ચેનું આકાશ ઓછું દેખાય છે, પણ તે આપણો ભ્રમ હોય છે. આ રીતે જોતાં સહજપણે સમજી શકાય છે, કે અનુમાનથી પણ આકાશને અમુક અંશે જ જાણી શકીએ છીએ. આકાશ લોકાકાશમાં હોય કે અલોકાકાશમાં સર્વત્ર એક સમાન હોય છે. લોકાકાશમાં પણ ગમે તેટલી ઉથલપાથલો થાય આકાશમાં કોઈ ફેર પડતો નથી. ઘરની ૪ દિવાલો વચ્ચેનું આકાશ શાંતિ, વિશ્રામનો