________________
૨૮૧
(૪૯) સૂત્ર - ૨૫ અને ૨૬:- અણું અને સ્કંધની ઉત્પત્તિ
(૪૯) સૂત્ર - ૨૫ અને ૨૬ :
અણું અને સ્કંધની ઉત્પત્તિ
- પરમાણુંની વ્યાખ્યા. – વિવિધ પ્રકારના સઘળા ભૌતિક પદાર્થોનો અંતિમકણ પરમાણું છે.
તે સઘળા એક જ સ્વરૂપના છે. - આધુનિક વિજ્ઞાનનો Atom (અણું), એ વાસ્તવમાં Molecule
(સ્કંધ) છે. - પરમાણુંઓના માત્ર સંયોગ (મિશ્રણ)થી નહિ, પણ બંધ
(સંયોજન-એકરસપણાથી જોડાણ)થી સ્કંધ રચાય છે.
અપાવ: ક્યા રહા અર્થ -પુદ્ગલો બે પ્રકારે છે. અણુઓ અને સ્કંધો.
પરમાણુંની વ્યાખ્યા - कारणमेव तदन्त्यं, सूक्ष्मो नित्यश्च भवति परमाणुः । एकरसगन्धवर्णो, द्विस्पर्शः कार्यलिङ्गश्च ॥
અર્થ -પરમાણું તે (દરેક ભૌતિકપદાર્થનું) અંતિમકારણ છે, અને તે નિત્ય છે. તે પરમાણમાં પાંચમાંથી કોઈપણ) એક રસ, બેમાંથી) એક ગંધ (ચારમાંથી) બે સ્પર્શ હોય છે તેને (ભૌતિકપદાર્થોની રચનારૂપ) કાર્યવડે જાણી શકાય છે. (જુઓ પૃ. ૪૪) -> (વિવિધપ્રકારના સઘળા ભૌતિક પદાર્થોનો) અંતિમ કણ એ પરમાણું છે :
બે પરમાણુંઓ જોડાઈને વ્યણુંક બને છે. ત્રણ જોડાઈને ચણુંક. તે