________________
૩૩૬
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન અર્થ : પ્ર. ભગવન્ત ! જે આ, કાલ કહેવાય છે તે શું છે? ઉ. ગૌતમ ! કાળ, જીવ અને અજીવ છે.
પાંચે દ્રવ્યોનો સર્વસામાન્ય પર્યાય, તે નિશ્ચયનયથી કાળ છે, તે વિશેષાવશ્યકમાં છે.
सो वत्तणाइरुवो कालो दव्वस्स चेव पज्जाओ किंचिम्मेत्तવિશે બેનાફવવાનો (શ્રી વિશેષાવશ્યક ભાષ્ય-૨૦૨૯) - સર વર્તનાપો દ્રવ્યચૈવ પર્યાયઃ (શ્રી સિદ્ધસેનગતિકૃત ટીકા)
તે વર્તનાદિરૂપ કાલ, દ્રવ્યનો જ પર્યાય (અવસ્થા) છે. તેથી દ્રવ્યની સાથે એકરૂપ હોવા છતાં, કંઈક વિશેષવિવક્ષાથી દ્રવ્યકાલ, આયુષ્યકાલ, એ પ્રમાણે પ્રયોગ કરાય છે. - વર્તનાદિરૂપ કાલ, દ્રવ્યથી અભિન્નરૂપ જ છે. શ્રી જયોતિષકરંડકમાં કહ્યું છે કે, સર્વ કાલવિશેષો સૂર્ય ચંદ્રની ગતિથી નિષ્પન્ન થયેલા છે. અઢીદ્વીપમાં જ જ્યોતિષચક્ર ચર છે. તેથી ત્યાં કાળવ્યવસ્થા વ્યવસ્થિત છે. (જુઓ પૃ. ૧૭૧) તેની બહાર જ્યોતિષચક્ર સ્થિર છે. ત્યાં કાળની વ્યવસ્થા નથી. તેથી અહીંના આધારે ત્યાંના સર્વભાવોની સ્થિતિ સમજાવી શકાય.
સમગ્ર વિશ્વમાં, મધ્યલોકનીય મધ્યમાં, આપણે જ્યાં છીએ તે અઢીદ્વીપમાં જ, મનુષ્યો વસે છે. અહીં જ સૂર્ય, ચન્દ્ર આદિ ફરે છે. મધ્યલોકના અઢીદ્વીપ સિવાયના અસંખ્ય દ્વીપસમુદ્રોમાં સૂર્ય, ચંદ્ર આદિ સ્થિર છે. તેથી જયાં સૂર્ય છે ત્યાં દિવસ, અને ચંદ્ર છે ત્યાં રાત્રિ જેવો પ્રકાશ હોય છે. દેવલોકના વિમાનોમાં પ્રકાશમય સ્ફટિકો છે. તેથી ત્યાં દિવસ-રાત્રિ નથી. માત્ર આ અઢીદ્વીપમાં જ સૂર્ય-ચંદ્ર ફરે છે, તેથી કાળની ગણત્રી ગણાય છે.
શ્રી ભગવતીજી સૂત્રમાં છ દ્રવ્યોમાં કાળ જણાવ્યો છે :