________________
(૫૩) સૂત્ર - ૩૧ - સ્યાદ્વાદ સિદ્ધાંત
૩૦૭ વ્યક્તિ “બ હોય અને ન હોય, બનેય સાથે ન બની શકે. આવા તદ્દન નકારાત્મક, અથવા અજ્ઞેયવાદી વલણ સાથે કોઈ સિદ્ધાંત છે તેવું માની ન શકાય.”
પરંતુ સ્ટેજ સૂક્ષ્મતાથી વિચારતાં જણાશે કે એક જ પદાર્થમાં બે તદ્દન વિરુદ્ધ ધર્મોનું અસ્તિત્વ લોકવ્યવહારમાં પણ માન્યું છે. દષ્ટાંત તરીકે Strychmine (ઝરી કોચલાનું સત્ત્વ) તે એક પ્રાણઘાતક તેજાબ છે. ઘણા લોકોએ તે લઈને આપઘાત કર્યો છે. તે ક્યારે ય જીવન આપનાર ગુણધર્મ પણ ધરાવતું નથી. જયારે આ તરફ દવાવાળાઓએ તેને બલવર્ધક ઔષધિની યાદીમાં બતાવ્યું છે. તેથી આપણે નિષ્કર્ષ કાઢીએ છીએ કે (૧) ઘણા લોકોને Strychmineએ મારી નાખ્યા છે તે દૃષ્ટિકોણથી તે એક ઝેર છે અને (૨) તેણે ઘણા રૂધિરક્ષણતા (anaemia)ના રોગીને સાજા કર્યા છે. તે અપેક્ષાએ તે ઝેર નથી. તેથી આtrychnine સર્વસામાન્ય દૃષ્ટિથી વિચારતાં ઝેર છે પણ, અને ઝેર નથી પણ તેથી સાંકેતિક (Symblical) વિધાનમાં કશું અસંગત નથી. – સ્યાદ્વાદ સિદ્ધાંતને અનુસાર શ્રી આગમશાસ્ત્રોના વચનોના તાત્પર્યને આત્મસાત્ કર્યા હોય તેવા આચાર્ય, ગીતાર્થ કહેવાય છે :
એક વસ્તુને જોવાના જુદા જુદા દૃષ્ટિકોણ તે જ સ્યાદ્વાદ છે. અપેક્ષાવિશેષથી, (સ્યા), વસ્તુ આ મુજબ હોય છે (વાદ) (આવું) બોલવું (વિચારવું સમજવું વિગેરે.) સ્યાદ્વાદ એ વચનવ્યવહારની વ્યવસ્થિત પદ્ધતિ છે. વચન વ્યવહારનો નિયામક સિદ્ધાંત છે. દરેક વ્યક્તિઓ પોતાના વ્યવહારમાં, તેમજ વચન પ્રયોગ વિગેરેમાં, આનો ચોક્કસ પ્રકારના નિયમાધનપણે ઉપયોગ કરતા જ હોય છે. તેના નિયામક નિયમો શું છે, તે જૈન તત્ત્વજ્ઞાનમાં ખૂબ જ સુંદર રીતે પૃથક્કરણ કરીને, તેને ઓળખવાની સંજ્ઞાઓ આપીને, બહુ વિગતવાર અને વિસ્તારથી