________________
૬૪
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન
છે. ‘વજનના સ્થાયિત્વનો નિયમ’ અથવા ‘પદાર્થના અવિનાશીપણાનો નિયમ,’ આ રીતે જે કહેવાય છે. તેનો અર્થ વસ્તુ કાયમ રહે છે, જ્યારે પુદ્ગલ તેનું સ્વરૂપ બદલે છે.) તેથી ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય આ ત્રિપદી સ્થાપિત થઈ.
દરેક વસ્તુ પર્યાય (અવસ્થા) રૂપે ઉત્પન્ન થાય છે, અને નાશ પામે છે (એટલે કે, અવસ્થાઓ બદલાયા કરે છે). એક અવસ્થાને અનુભવી તેનો નાશ થતા બીજી અવસ્થાને અનુભવે છે. પરંતુ બંને અવસ્થામાં મૂળભૂત વસ્તુ દ્રવ્યરૂપે સ્થિર પણ રહે છે. આ વાતને એક સ્થળે સુંદર રીતે રજૂ કરી છે. બદલાય વસ્તુની અવસ્થા, નાશ તે કહેવાય છે. જેમ દૂધ મેળવવા થકી, દહીંરૂપમાં પલટાય છે.
દૂધ મેળવતા દહીં બને, ત્યારે વાસ્તવમાં અવસ્થા બદલાય છે. પરંતુ તેને નાશ થયો કહેવાય. દરેક વસ્તુમાં બે અંશ હોય છે. (૧) દ્રવ્યાંશ અને (૨) પર્યાયાંશ, દ્રવ્યરૂપ અંશ એવો છે કે જે ત્રણે કાળમાં શાશ્વત (સ્થિર-ધ્રુવ) છે અને બીજો પર્યાયાંશ, સદા અશાશ્વત (અસ્થિર, ઉત્પતિ અને નાશ થાય તેવો) હોય છે. આ બે અંશમાંથી કોઈ એક બાજુએ (દ્રવ્યાંશ, કે પર્યાયાંશ) દ્રષ્ટિ જવાથી તે ફક્ત સ્થિરરૂપ કે અસ્થિરરૂપ જણાય છે. પરંતુ બંને અંશોની બાજુએ દ્રષ્ટિ આપવાથી વસ્તુનું પૂર્ણ સ્વરૂપ (યથાર્થ સ્વરૂપ) જણાય છે.
પદાર્થનું ઉર્જામાં, અને ઉર્જાનું પદાર્થમાં રૂપાંતર, સતત સૃષ્ટિમાં ચાલુ છે :
વર્તમાન ભૌતિકશાસ્રીઓ મુજબ પદાર્થ અને ઉર્જાનું પરસ્પર એકબીજામાં રૂપાંતર થયા કરે છે, પણ બંનેનો કુલ જથ્થો સ્થિર રહે છે. ધારો કે એક કીલો કોલસો બાળ્યો, અને ૧૦૦ ગ્રામ રાખ બાકી રહી ગઈ. તો બાકીના ૯૦૦ ગ્રામ ક્યાં ગયા ? ગરમી, અને પ્રકાશની ઉર્જામાં રૂપાંતર પામીને વિખરાઈ ગયા. તે સૂક્ષ્મઅણુઓ રૂપે અવકાશમાં વિદ્યમાન છે. ફરી પાછા માટીમાં કે વૃક્ષોદ્વારા ખોરાકરૂપે ગ્રહણ થઈ,