________________
૧૫૬
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન [ (૨૯) સૂત્ર - ૧૬ :- આત્માનું સંકોચન અને
પ્રસારણ
આત્મા, દીવાના પ્રકાશની જેમ સંકોચન-પ્રસારણ પામે છે. સાત સમુદ્યાત આત્માની ગુપ્ત શક્તિ. કેવલી સમુદ્યાત વખતે આત્માના પ્રદેશો સર્વ વિશ્વમાં પ્રસાર
પામી જાય છે. -> નિષ્ણાત ચિકિત્સકની જેમ સર્વજ્ઞકથિત આચાર-વિચારનું
પરિપાલન મુક્તિપદનો સર્વોત્તમ ઉપાય છે.
प्रदेशसंहारविसर्पाभ्यां प्रदीपवत् ॥१६॥
અર્થ - જીવના પ્રદેશો દીપકના પ્રકાશની માફક સંકોચન અને પ્રસારણ પામે છે.
પૂર્વના લેખમાં પ્રોટોપ્લાઝમનું સંકોચન, વૈજ્ઞાનિકો દ્વારા સિદ્ધ થયું તે પણ આત્માના પ્રદેશોનું જ સંકોચન સિદ્ધ કરે છે. આત્મા દીવાના પ્રકાશની જેમ સંકોચન અને પ્રસારણ પામે છે -
એક-એક જીવના દરેકના પ્રદેશો (અવિભાજ્ય અંતિમ અંશ) અસંખ્ય છે. તેમ છતાં તે પ્રદેશો દીવાના પ્રકાશની જેમ સંકોચન અને પ્રસારણ પામવાના સ્વભાવવાળા છે. તેથી આત્મા (જીવ), અતિસૂક્ષ્મ શરીરમાં પણ સમાઈ શકે છે, અને તેટલા જ પ્રદેશો, મહામત્સ્યના શરીરમાં પણ ફેલાઈને રહી શકે છે. આત્મા એક અખંડદ્રવ્ય હોવા છતાં સંકોચન અને પ્રસારણ પામી શકે છે. પૂર્વના લેખમાં જણાવ્યું તેમ, કેવલીસમુદ્રઘાત