________________
(૨૮) સૂત્ર - ૧૫:- આત્મા શરીરમાં સર્વત્ર વ્યાપીને રહેલો છે.
૧૫૫
- સૌથી પ્રાચીન ધર્મ: માનવ સંસ્કૃતિની શરૂઆતથી જ ભારતે રાષ્ટ્રોની આધ્યાત્મિક માતા તરીકે હંમેશાં ભાગ ભજવ્યો છે. ડૉ. એસ. સી. વિદ્યાભૂષણ જણાવે છે કે “જો ભારત પોતાના આધ્યાત્મિક અને તાત્વિક વિકાસમાં અજોડ સ્થાન ભોગવતું હોય તો, કોઈ પણ વ્યક્તિ એટલું તો
સ્વીકારશે જ કે, એમાં બ્રાહ્મણો અને બૌદ્ધો કરતાં, જૈનોનો ઉદાત્ત ફાળો જરા પણ ઓછો નથી.” બીજાઓની સાથે એ પણ એવા અભિપ્રાય ધરાવે છે કે, “જૈન ધર્મ સર્વશ્રેષ્ઠ પ્રાચીન ધર્મોમાંનો એક છે.” સર સન્મુખમ્ ચેટ્ટીએ કહ્યું છે કે, “જૈન ધર્મની મહત્તા વિષે કાંઈ કહેવું એ મારા ગજા ઉપરાંતની વસ્તુ છે. જૈનોનો ભારતીય સંસ્કૃતિના વિકાસમાં કંઈક અજોડ ફાળો છે. એવા મારા કથનના સમર્થનમાં મેં પૂરતા પ્રમાણમાં વાંચન કર્યું છે. હું અંગત રીતે માનું છું કે, ભારતમાં કેવળ જૈન ધર્મ જ પક્કડ જમાવી શક્યો હોત, તો કદાચ આપણને વધારે સંઘટિત ભારત પ્રાપ્ત થયું હોત. અને તે ખરેખર આજની સરખામણીમાં વધારે મહાન હોત.” (જૈન ગેઝેટ ૧૯૧૪ અને ૧૯૪૩)
બૅરિસ્ટર શ્રી સી.આર.જૈનના શબ્દોમાં કહીએ તો, “જૈન સિદ્ધાંત તીર્થકરોના ધર્મનું મૂળ છે. અને પૂર્વની સંસ્કૃતિના નિષ્ણાતોએ જૈન ધર્મના ઉદય વિષે સર્વ પ્રકારની ધારણાઓ વિકસાવતી વખતે જૈનધર્મના સિદ્ધાંતોને વિશ્વસનીય કારણ ગણવા છતાં, તે અંગેના પોતાના સંશોધનમાં તર્ક, વિતર્ક અને ભૂલો કરી છે.”
હકીકતમાં સામાન્ય રીતે અજ્ઞાન અને અર્ધદગ્ધ માહિતીને લીધે, અને કેટલીકવાર આગળથી રૂઢ થઈ ગયેલા અભિપ્રાયો અને અંધ પૂર્વગ્રહોની અસરથી પ્રણાલિકાગત અને લાગણીપ્રધાન પૂર્વગ્રહયુક્ત વિદ્વાનો અને ઇતિહાસકારો ઘણીવાર જૈન ધર્મ અને તેના ઈતિહાસને ન્યાય આપવામાં નિષ્ફળ નીવડ્યા છે.
(Jainism the oldest living religion 42718Hiel)