________________
(૩૫) સૂત્ર - ૧૯ - જીવોના પાંચ શરીરો-ઔદારિક શરીરની જટિલ રચના. ૧૯૫
ચંડાલને ઘરે પુત્રજન્મ -
એક વણિક શેઠ પોતાના નગરની બહાર આવેલા યક્ષના મંદિરમાં પૂજા-ભક્તિ કરવા જતા હતા. તેમની મોટી ઉંમર થવા છતાં સંતાન પ્રાપ્તિ ન હતી. તેથી યક્ષની સમક્ષ રોજ ભક્તિપૂર્વક પ્રાર્થના કરતા હતા. ત્યાં નજીકમાં રહેલા ચંડાલે, શેઠ-શેઠાણી બંનેને રોજ આવતા જોઈ કારણ પૂછ્યું. શેઠે કારણ જણાવ્યું. ચંડાલને પણ સંતાન ન હતું. તેની પત્નીએ યક્ષની ભક્તિ અને પ્રાર્થના કરવા પ્રેરણા કરી. ચંડાલ પણ હવે રોજ યક્ષની સુંદર ભક્તિ કરી, પ્રાર્થના કરવા લાગ્યો. થોડા સમયમાં તેને ઘરે પુત્ર અવતર્યો.
શેઠે આ જોઈને યક્ષને ખૂબ આજીજીપૂર્વક વિનંતિ કરી કે - “ચંડાલની પ્રાર્થના સાંભળી તેના પર કૃપા કરી, મારા ઉપર કેમ નારાજ છો? શું મારી ભક્તિમાં ખામી છે?” ત્યારે યક્ષે જવાબ આપ્યો “તારી પ્રાર્થના પણ મારા ધ્યાનમાં છે, ચંડાલને ઘેર અવતરવા યોગ્ય જીવોની તો કોઈ કમી નથી, પણ તારા ઘેર અવતરવા યોગ્ય કોઈ જીવ તો હોવો જોઈએને?”
– જે ખરેખર સંત છે, તેની પાસે સત્ય અનંત છે. – જે બની બેઠેલા સંત છે, તેની પાસે સત્યનો અંત છે.
સમજવું અઘરું છે, પણ એકવાર સમજાઈ ગયા પછી આચરવું સહેલું
છે. - ભક્તિ નહિ ભાડાયત, જે સેવાફલ જાગે (શ્રીદેવચંદ્રજી) -> જો પાપ ખટકે, તો પાપ અટકે.
શું અધ્યાત્મ થોડા ઘણા પૂજા પાઠ કરી, દેવતાઓ સહિત ઈશ્વરને વશ કરી લઈ પોતાની યોગ્ય, કે અયોગ્ય માગણીઓ પુરી કરવાનો ધંધો છે?