________________
૧૯૪
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ઉઠી ક્રોડ રોમરોમમાં, કરી ધગધગતી સોય, કોઈ ભોંકે જો સામટી, કષ્ટ અષ્ટગણું હોય, પછી માતાને મેં, જમના દ્વાર દેખાડ્યા હો જિનવરીયા. ૩ બાંધી મુઠી દોયમાં, લાવ્યો પુણ્ય ને પાપ, ઉંવાઉવા કરી હું રડું, જગમાં હરખ ન માય,
પછી પડદામાંથી, રંગભૂમિ પર આવ્યો હો જિનવરીયા. ૪ જન્મ પામીને પડદામાંથી રંગભૂમિ પર આવ્યો, એટલે જીવ બધું ભૂલી, રંગરાગમાં પડી જીવન વેડફી નાંખે છે -
ગર્ભવાસમાં આવી અવસ્થામાં રહેલા કોઈ જીવને આવી દુઃખદાયી પરિસ્થિતિમાંથી છૂટવા માટે એવો વિચાર પણ આવે છે કે, હવે જન્મીને એવું કરું કે, ફરી અહીં આવવું ન પડે. પરંતુ જન્મ પામીને જયાં પડદામાંથી રંગભૂમિપર આવ્યો, એટલે કર્મ નચાવે તેમ બાલ, યુવાન, વૃદ્ધાદિ અવસ્થામાં જુદા જુદા નાટક ભજવ્યા કરે છે.
જન્મ થયો અને સંસાર જોયો એટલે બધું ભૂલીને રંગરાગમાં પડી જાય છે. માટે જ કહેવાય છે કે જીવ બાલ્યાવસ્થામાં માતૃમુખો થયો, યુવાવસ્થામાં સ્ત્રીમુખો થયો, અને વૃદ્ધાવસ્થામાં પુત્રમુખો થયો, પણ મૂરખો જીવ, અંતરમુખો ન થયો. આ રીતે ફરી જન્મ, અને ફરી મરણ, અને ફરી પાછું માતાના પેટમાં શયન, આ ક્રમ ચાલ્યા કરે છે. કોઈ વિરલા જીવો શ્રી તીર્થંકરભગવાનના વચનોને યથાર્થ રીતે સમજી, હૃદયમાં સ્થિર કરી સાંસારિક સુખ સંપત્તિઓથી આકર્ષાયા વિના, કે કુમતોથી ભરમાયા વિના જિનવચનમાં સ્થિર રહી શકે છે. તેવા જીવો જ આ સંસારના પારને પામી સદાકાળ માટે ગર્ભાવાસના દુઃખોથી મુક્ત બની પાંચેય શરીરોથી રહિત શાશ્વત સુખના ભોક્તા બને છે.