________________
(૨૪) સૂત્ર-૧૨ અને ૧૩ઃ-પરિમિતલોકાકાશ
૧૨૯ વાસ્તવમાં ધર્મ અને અધર્મ બંને દ્રવ્યો અખંડ છે. જો તેઓને છૂટા અણુમય માનીએ તો વચ્ચેની જગામાં ગતિ-સ્થિતિ સહાયક બીજું માધ્યમ માનવું પડે. પરંતુ તેવું નથી. તેઓ અખંડ છે, અને અખંડ હોવા છતાં એકબીજામાં પ્રવેશ પામેલા છે. આ વિશિષ્ટ ગુણધર્મ, તેઓ (ધર્મઅધર્મ) બિનપૌલિક (અરૂપી) હોવાથી શક્ય બને છે. વિશ્વની વ્યવસ્થા માટે પરિમિત લોકાકાશ માનવું જરૂરી છે. તેમજ તે વ્યવસ્થાના નિયામક, ધર્મ અને અધર્મ, બે દ્રવ્યો પણ લોકાકાશમાં જ માનવા આવશ્યક છે - (પૃ. ૩૪, ૧૨૯)
આઈન્સ્ટાઈનના મત મુજબ, વિશ્વ પરિમિત છે. તે નિશ્ચિત વિશ્વની પેલે પાર કોઈ આકાશ નથી - આવા અનુમાન કરતાં જૈન તત્ત્વજ્ઞાનમાં દર્શાવેલી વ્યવસ્થા સુવ્યવસ્થિત છે. જો આપણે આપણા લોકાકાશને પરિમિતને બદલે અનંત માનીએ તો, ત્યાં સર્વત્ર ધર્મ અને અધર્મ આ બે દ્રવ્યોનું અસ્તિત્વ હોય. આ રીતે માનતાં અનંત આકાશ, આપણા આ લોકાકાશ જેવા અનંત વિશ્વો (ખંડો)થી પૂરાયેલું હોય. જો આ રીતે હોય તો, આ સઘળા વિશ્વમાં પુગલો, અને જીવો વિસ્તરતા જ જાય. પરસ્પર અસ્તવ્યસ્ત અને વેરવિખેર થઈ જાય. સર્વત્ર અવ્યવસ્થા સર્જાય, સ્થિરતા જેવું ક્યાંય ન હોય. (પૃ. ૧૮૨).
પરંતુ વાસ્તવમાં તેવું નથી. આ વિશ્વમાં વ્યવસ્થા શક્ય બને છે, તેનું કારણ કે લોકાકાશની પરિમિતતા છે. ધર્મ અને અધર્મ, બે દ્રવ્યો વડે અહીં વ્યવસ્થા જળવાય છે. ગણિતશાસ્ત્રીય શરતો પણ, આઈન્સ્ટાઈનના પરિમિત વિશ્વની પછી (પેલે પાર) શૂન્યતાના વિચારને નકારી કાઢે છે. એટલે પરિમિત ક્ષેત્ર સુધી જ વિશ્વ વિસ્તૃત હોય, અને તેની પછી કંઈ ન હોય તે શક્ય નથી. આ કારણથી સમગ્ર આકાશને પરિમિત વિશ્વની રચના માટે R$12141 21104. (Since mathematical conditions negative a void space beyond infinite universe, The whole space was taken to constitute the finite universe)